વિશ્વભરમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે.
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે અગ્રણી સર્ચ એન્જીન ગૂગલે નારીઓના સન્માન માટે ખાસ ડૂડલ બનાવ્યું છે.
આને આર્ટ ડાયરેક્ટર થોક માયરે તૈયાર કર્યું છે. આ એનિમેટેડ ડૂડલમાં ગૃહિણીઓથી લઇ વિજ્ઞાની મહિલાઓની સમાજમાં તેમની વિવિધ ભૂમિકાને દર્શાવવામાં આવી છે. વિશ્વભરમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગૂગલ ડૂડલ (Goggle Doddle)એ તેની સાઇટ પર એક ખાસ એનિમેટેડ સ્લાઇડ શો દ્વારા મહિલાઓને સન્માન આપ્યું છે.
- Advertisement -
એક મા પોતાના લેપટોપ પર કામ કરવામાં વ્યસ્ત છેે અને તેના એક હાથમાં તેનો બાળક છે. પછી બીજી સ્લાઇડમાં એક મહિલા સર્જરી અંગે ડિરેક્ટશન આપતી દેખાય છે. પછીની સ્લાઇડમાં એક મહિલા છોડને પાણી આપી રહી છે. એવી રીતે અનેક ક્ષેત્રની મહિલાઓની સમાજમાં સ્થિતિની દર્શાવાઇ છે.
ગૂગલ ડૂડલે વિવરણમાં લખ્યું કે આજનો વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ડૂડલ એક એનિમેટેડ સ્લાઇડ શો છે. જે આપણને વિવિધ સંસ્કૃતિઓમાં મહિલાઓના દૈનિક દિનચર્યાની એક ઝલક દેખાડવા વિશ્વભરમાં પહોંચાડે છે.
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે મહિલાઓની સિદ્ધિઓને ઓળખવા, તેમની સમાનતા અંગે જાગરુકતા લાવવા , મહિલા કેન્દ્રીત દાન માટે ફંડ ઉઘરાવવા માટે વિશ્વભરમાં 8 માર્ચે મનાવવામાં આવે છે.