કોરિયા, સ્પેન સહિત ભારતનાં ટોચના વૈજ્ઞાનિકોનાં વ્યાખ્યાનોથી પ્રથમ દિવસ ગુંજ્યો; નેનો-પેટર્નિંગ અને સ્વનિર્ભર ભારત મિશન પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ’ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઈંઈગઈંઇ-2025’નો પ્રથમ દિવસ આયન બીમ સંશોધન ક્ષેત્રના વિશ્વભરના વૈજ્ઞાનિકોના જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો અને યુવા સંશોધકોની સ્પર્ધાઓથી ભરપૂર રહ્યો. આ કોન્ફરન્સનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ઉત્પલ જોશી અને ઈંઞઅઈ, નવી દિલ્હીના ડિરેક્ટર ડો. અવિનાશ પાંડેના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.
કોન્ફરન્સના પ્રથમ દિવસે આયન બીમ ટેકનોલોજીના વિવિધ પાસાઓ પર વિદેશી અને ભારતીય વૈજ્ઞાનિકોએ વક્તવ્ય આપ્યા હતા, જે યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
પ્રથમ સત્ર: નેનો-પેટર્નિંગનું ભવિષ્ય, પ્રો. જે-સંગ કિમ (સુક મ્યુંગ યુનિવર્સિટી, સાઉથ કોરિયા): પ્રોફેસર કિમે “આયન બીમ ઇરેડિએશનથી સિલિકોન સપાટી પર નેનો સ્તર પર પેટર્નનું નિર્માણ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમણે સમજાવ્યું કે ઓછી ઉર્જા ધરાવતા આયન બીમ દ્વારા સિલિકોન સપાટી પર કોઈ મોટું નુકસાન કર્યા વિના તરંગાકૃતિ (શિાાહયત) અને બિંદુઓ જેવી નેનો સ્તરની રચનાઓ વિકસાવી શકાય છે, જે નેનો ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ માટે અત્યંત ઉપયોગી છે. આ સત્રના ચેરમેન તરીકે કુલપતિ પ્રો. (ડો.) ઉત્પલ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
દ્વિતીય સત્ર: મોડેલિંગ અને જર્મેનિયમ પર સંશોધન
પ્રો. રોડોલ્ફો (કાર્લો ઈંઈંઈં માદ્રીદ યુનિવર્સિટી, સ્પેન): પ્રોફેસર રોડોલ્ફોએ “આયન બીમ ઇરેડિએશન દ્વારા સપાટી પર નેનો પેટર્નિંગ: તાજેતરના કન્ટિન્યૂમ મોડેલિંગ” વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે આયન બીમ પ્રોસેસમાં સર્જાતા નેનો સ્તરની રચનાઓને ગણિતીય મોડેલ (ઈજ્ઞક્ષશિંક્ષીીળ ખજ્ઞમયહશક્ષલ) દ્વારા સમજી શકાય છે, જે નેનો ટેકનોલોજીના વિકાસમાં મદદરૂપ થશે.
પ્રો. ડો. તપોવ્રતા સોમ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ, ભુવનેશ્વર): પ્રોફેસર સોમે “જર્મેનિયમ પર આયન બીમ પ્રોસેસિંગ” પર વ્યાખ્યાન આપ્યું. તેમણે સમજાવ્યું કે આયન બીમ કેવી રીતે જર્મેનિયમના ક્રિસ્ટલ લેટિસમાં ખામીઓ (મયરયભતિં) સર્જીને સપાટીના માઇક્રોસ્ટ્રક્ચરલ ફેરફારોને પ્રેરિત કરી શકે છે, જે મટિરિયલના માળખાકીય પરિવર્તનોને સમજવામાં મદદ કરે છે.
તૃતીય અને ચોથું સત્ર: ઇન-સિટુ ઇમેજિંગ અને ’સ્વનિર્ભર ભારત’
ડો. એસ. અમીરથ પાંડિયન (ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ): તેમણે “ઇન-સિટુ આયન ઇરેડિએશન અને શ4-ઋઊજઊખ સુવિધા સાથે ઇમેજિંગ” વિષય પર પ્રવચન આપ્યું, જેમાં આયન બીમની મટીરિયલ્સ પરની તાત્કાલિક અસરનું રીયલ-ટાઇમ અવલોકન કરવાની ટેકનોલોજી સમજાવી.
ડો. સુબેન્દુ સરકાર (ઈંઈંઝ રોપર): ડો. સરકારે “આયન નીમના ઉપયોગથી પોલિમર પેટર્નિંગ: છિદ્રો, તરંગાકૃતિ અને વેટેબિલિટી” પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા દ્વારા પોલિમરની સપાટી પર છિદ્રો અને તરંગાકૃતિઓ બનાવીને તેની પાણી સાથેના સંપર્કની ક્ષમતા (ૂયિિંંફબશહશિું) ને નિયંત્રિત કરી શકાય છે.
ડો. સુશીલ કુમાર સિંહ (સોલિસ્ટેડ ફિઝિક્સ લેબોરેટરીઓ, ઉછઉઘ): ડો. સિંહે “સ્થાનિક અકોસ્ટિક એમિશન સેન્સર સિસ્ટમ્સ દ્વારા સ્વનિર્ભર ભારતને મજબૂત બનાવવું” વિષય પર વ્યાખ્યાન આપીને સ્થાનિક સ્તરે વિકસાવેલા સેન્સર્સ દ્વારા સંશોધન અને ઉદ્યોગ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા વધારવા પર ભાર મૂક્યો.
યુવા સંશોધકો માટે જ્ઞાનવિનિમયનો મહામંચ
કોન્ફરન્સના પ્રથમ દિવસે ઓરલ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં 20 અને પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં 130થી વધુ સંશોધકો ભાગ લઈ રહ્યા છે. યુવા વૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા પોતાના સંશોધનોને નવી દિશામાં લઈ જવાની તક મળી છે. નોંધનીય છે કે, આ પૈકીના અમુક સંશોધનો “ન્યુક્લિયર ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ મેથડ્સ ઇન ફિઝિક્સ રિસર્ચ – સેકશન ઇ (ગઈંખ-ઇ)” જર્નલમાં પ્રકાશિત થશે.
ઈંઈગઈંઇ-2025નું આયોજન ઈંઞઅઈ, નવી દિલ્હીના ડો. અંબુજ ત્રિપાઠી (ચેરમેન), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફ. (ડો.) નિકેશ શાહ અને પ્રોફ. (ડો.) ભરત કટારિયા (ક્ધવીનર્સ) સહિત સમગ્ર ફેકલ્ટી અને રિસર્ચ સ્કોલર્સની ટીમના સહયોગથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.