ચીનના એક પ્રાણી સંગ્રહાલયમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રવાસીઓ જેને પાંડા સમજીને ખૂબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા, હકીકતમાં તે કૂતરો હોવાનું બહાર આવ્યું. ત્યાર બાદ ત્યાં જોરદાર હંગામો થઈ ગયો હતો. પ્રાણી સંગ્રહાલયમાં હાજર લોકોએ જણાવ્યું કે, અચાનક પાંડાએ ભસવાનું શરુ કર્યું તે પછી સાચી હકીકત બહાર આવી કે આતો કૂતરો હતો. મામલો ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલા શાનવેઈ ઝૂનો છે.
આ વીડિયોને 1.4 મિલિયનથી વધુ શેર થયો
- Advertisement -
પ્રાણી સંગ્રહાલયવાળાઓ કુતરાને પાંડા બતાવવા કર્યો કલર
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા અન્ય એક ફોટોમાં તે એક સાઈનબોર્ડ રાખેલું છે. આ સાઈનબોર્ડ પર લખ્યું છે, ‘પેઈન્ટેડ ડોગ્સ’.”અમને પાન્ડા ડોગ્સ કહેવામાં આવે છે, પાંડા જેવો દેખાતો પાલતુ કૂતરો છે. ચાઉ ચાઉ દ્વારા તેને કલર કરીને રંગવામાં આવ્યો છે. અમે સૌમ્ય, સ્માર્ટ, મૈત્રીપૂર્ણ, સુંદર અને મનમોહક છીએ.” તો, પ્રાણી સંગ્રહાલયના મેનેજર હુઆંગે કહ્યું કે, અહીંના લોકો માટે કૂતરા સૌથી વધુ આકર્ષણ કેન્દ્ર છે.
જો કે, આવું પહેલીવાર નથી થયું, જ્યારે કોઈ કૂતરાને પાંડા કે અન્ય કોઈ પ્રાણીઓને રંગવામાં આવતા હોય. મે મહિનામાં પૂર્વી જિયાંગસુ પ્રાંતના એક પ્રાણી સંગ્રહાલયમાં પણ લોકો ખૂબ ગુસ્સે થયા હતા. પ્રાણી સંગ્રહાલયે પછી બે કૂતરાઓને પાંડા જેવા દેખાતા કાળા અને સફેદ કલર કરવામાં આવ્યો હતો. જોકે, ખૂબ જ વિરોધ અને લોકો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવતાં આખરે પ્રાણી સંગ્રહાલયે સ્વીકાર્યું કે તેઓએ આવું કર્યું હતું.