હેરફેર પર નિયંત્રણ મૂકવા નાકા – ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ
ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને પ્રતિબંધિત વસ્તુઓની તેમજ રોકડ હેરફેર પર નિયંત્રણ મૂકવા માટે ફ્લાઈંગ સ્કોડ ટીમ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ પૂરી સક્રિયતા સાથે કામગીરી કરી રહી છે. 85-માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્કવોડ ટીમ (FST)અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST) દ્વારા નાકા, ચેકપોસ્ટ વગેરે સ્થળોએ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે પૂરી સજ્જતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.