નિયમ ભંગ બદલ 58,700નો દંડ વસુલાયો: પ્રોહિબિશન અને ગેરકાયદે હથિયારના કેસો નોંધાયા
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મોરબી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગની કામગીરી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા અને શંકાસ્પદ ઇસમો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી કુલ ₹58,700 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહીનો સારાંશ
કાળા કાચવાળી ગાડીઓ: 19 કેસો
ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો: 10 કેસો
ઇંજછઙ/નંબર પ્લેટ વગર, ફેન્સી/તૂટેલી પ્લેટ: 15 કેસો
એમ.વી. એક્ટ હેઠળ વાહન ડીટેઇન: 12 કેસો
દારૂ પીને વાહન ચલાવવું: 03 કેસો
પ્રોહીબિશનના કેસો: 07 કેસો
ગેરકાયદે હથિયારનો કેસ: 01 કેસ
પોલીસે તહેવારોના સમયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારની કામગીરી ચાલુ રાખવાની ખાતરી આપી છે.