જૂનાગઢ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢમાં ધાર્મિક સ્થળો, મુખ્ય બજારો, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતાના આ અભિયાન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત 23 સપ્ટેમ્બરના રોજ ધાર્મિક સ્થળો, મુખ્ય બજારો, શાક માર્કેટ તેમજ સીટીયુ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ સ્વછતા હી સેવા અભિયાનમાં જિલ્લાના દરેક તાલુકાઓના ગામોમાં 5000થી વધુ લોકોએ ભાગ લીઘો હતો. સફાઈ દરમિયાન મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા તમામ ઉપસ્થિતો દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા.