ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર થતા અકસ્માતોને રોકવા અને ટ્રાકિક વ્યવસ્થા જળવાઈ રહે કે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ કોડીનાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ખાસ ટ્રાફિક ઝુંબેશ ચલાવી નિયમભંગ કરનારાઓ સામે લાલ આંખ કરી છે.તા.25 ફેબ્રુ.થી 10 માર્ચ સુધી ચાલેલી આ વિશેષ ઝુંબેશમાં પોલીસે વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 99 શખ્સો સામે કેસ નોંધી રૂ.25,600 જેવો માતબર દંડ વસૂલ કર્યો છે. જેમા ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવુ પૂરઝડપે વાહન ચલાવવું અને ડ્રિક એન્ડ ડ્રાઈવ, હેલ્મેટ વગર વાહન ચલાવવું તથા ફેન્સી નંબરપ્લેટ, કાચ પર બ્લેક ફિલ્મ અને ક્ષમતા કરતા વધુ પેસેન્જરો ભરવા, રોંગ સાઈડમાં વાહન ચલાવવું વગેરે વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સોમનાથ-ભાવનગ2 નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો અકસ્માતને નોતરે છે.



