રાજકોટ તા.૨૧ સપ્ટેમ્બર –રાજકોટ સિંચાઇ વર્તુળ (ફલડ સેલ)ના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસેનો ભાદર ડેમ-૨ નિર્ધારેલ સપાટીએથી પૂરેપૂરો ભરાઇ ગયો છે. જળાશયની ભરપૂર સપાટી અને હાલની સપાટી ૫૩.૧ મીટર છે. જેથી ડેમના ૩ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવતા ડેમની હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમીયાણા, ચીખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઇસરા, કુંઢેરા, લાઠ, મેલીમજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા, માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડ, કુતિયાણા તાલુકાના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા, પોરબંદર તાલુકાના ગરેજ, ચીકાસા, નવીબંદર, મીત્રાળાના ગામોના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. ડેમમાં ૧૬૭૨૦ કયુસેકના પાણીના પ્રવાહની આવક ચાલુ છે. હાલમાં ડેમમાંથી ૧૬૭૨૦ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે.



