ચોમાસામાં અકસ્માતે કોઈ શોર્ટ સર્કિટ થશે તો જવાબદારી કોની?
કર્મચારીઓ અરજદારના ઘરે પહોંચ્યા બાદ જણાવ્યું કે, ‘સ્માર્ટ મીટર લગાવો પછી જ ડાળી કપાશે’
- Advertisement -
રહીશોએ વિરોધ કરતા પીજીવીસીએલના કર્મચારીઓએ ચાલતી પકડી
રહીશોએ વીજલાઈન પર રહેલી આ ડાળી દૂર કરવા અરજી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના કૈલાશ પાર્ક વિસ્તારમાં આવેલા સંકલ્પ સિદ્ધ એપાર્ટમેન્ટના રહીશોએ વીજલાઈન પર લટકતી વૃક્ષની ડાળીઓ દૂર કરવાની લેખિત અરજી ઙૠટઈકમાં કરી હતી. અરજદારોએ ચોમાસા પૂર્વે સંભવિત અકસ્માતને ટાળવા તાત્કાલિક કાર્યવાહી માગી હતી. પરંતુ PGVCLના સ્થાનિક અધિકારીએ આ અરજી સાથે મોકલેલ કર્મીઓને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે: પહેલા સ્માર્ટ મીટર લગાવો, ત્યારબાદ ફરિયાદ એટેન્ડ કરવી ! આ ઉલટા શરત જેવી લાગતી ફરમાવટ પર રહીશોએ વાંધો ઉઠાવ્યો તો કર્મચારીઓ વિવાદ ટાળતા ઘટના સ્થળેથી જ ભાગી ગયા.
ફ્લેટના રહીશોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે જેમાં ઙૠટઈક કર્મચારીઓની નફટાઈ જોઈ શકાય છે કે અમને સાહેબે કીધું તે કરીશું ! સ્થાનિકોએ કહ્યું ચોમાસાની સીઝનમા અકસ્માતે કોઈ શોર્ટ સર્કિટ થશે તો અમારા બાળકો નીચે પાર્કિંગમાં રમતા હોય છે અને બાજુમા મીટરો લગાવેલા છે, વાહનો પણ પાર્કિંગ હોય છે જેથી અમે ડાળીઓ દૂર કરવા રજૂઆત કરી હતી પરંતુ લોકોની જાનમાલ કરતા તંત્રને સ્માર્ટ મીટર લગાડવાની પડી છે તે દુ:ખદ છે. અમે પુરુ વીજબિલ ભરીયે છે જેથી વીજલાઈન મુદે તમામ પ્રશ્ર્નોની નિરાકરણની જવાબદારી તંત્રની હોય છે તેમ છતાં આવી મજબૂરીનો લાભ ઉઠાવે તે શરમજનક છે.
અમારા ફ્લેટમાં 25 પરિવારો રહે છે એટલે બધામેં સ્માર્ટ મીટર લગાવું કે નહીં તે બધાની સમંતિ લેવી પડે ત્યારે પહેલા જે ગંભીર પ્રશ્ર્ન છે તે સોલ્વ કરાઈ કે સ્માર્ટ મીટર લગાડવાની ચિંતા કરાઈ ? દર વર્ષે ઙૠટઈક તરફથી પ્રી-મોનસૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ પર કોઇ કામગીરી થતી નથી. સમગ્ર રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં વિજલાઇન પર વૃક્ષોની ડાળીઓ લટકતી હોય છે તો ક્યાંક મોટા હોર્ડિંગો -બેનરો કે મકાનોની દીવાલોની નજીક લાઈનો હોય છે ! અનેક જગાયો પર વીજપોલ ધરાશાયી જેવા હલતા હોય છે, તો ક્યાંક સાવ ટ્રાન્સફોર્મર ખુલ્લા છે. ઙૠટઈકની બેદરકારીને કારણે દરેક ચોમાસા દરમિયાન રાજકોટમા અનેક કૃત્રિમ અકસ્માતોના કારણે લોકોના મોતના બનાવો નોંધાતા આવ્યા છે. તેમ છતા તંત્ર આજ પણ સ્માર્ટ મીટર પહેલા લગાવો પછી કામ કરીએ તેવા શરમજનક જવાબ આપે છે?