મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેમની મેટા ચેનલ સાથે એક જાહેરાત કરતાં લખ્યું કે ઇન્સ્ટાગ્રામ પર નવી બ્રોડકાસ્ટ ચેનલો રજૂ કરી છે જે મેસેજિંગ ટૂલ છે.
મેટા ઇન્સ્ટાગ્રામ પર અનેક અપડેટ કરતું રહે છે એવામાં મેટાએ ઇન્સ્ટાગ્રામ પર નવી બ્રોડકાસ્ટ ચેનલો રજૂ કરી છે જે એક-થી-ઘણા મેસેજિંગ ટૂલ છે. એટલે કે આ નવી બ્રોડકાસ્ટ ચેનલ ક્રિએટર્સને મોટા પાયે સીધા તેમના ફોલોઅર્સ સાથે જોડાવવાની અનુમતિ આપશે. જણાવી દઈએ કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેમની મેટા ચેનલ સાથે આ જાહેરાત કરી હતી. આ સાથે જ કંપનીએ તેના એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે નિર્માતાઓ તેમના નવીનતમ અપડેટ્સ અને પડદા પાછળની ક્ષણો શેર કરવા માટે વૉઇસ નોટ્સનો ઉપયોગ પણ કરી શકે છે અને ચાહકોના પ્રતિસાદ માટે પોલ પણ બનાવી શકે છે.
- Advertisement -
જો કે ફક્ત નિર્માતાઓ જ બ્રોડકાસ્ટ ચેનલોમાં મેસેજ મોકલી શકશે અને રીસીવરો મળેલ મેસેજ કે કન્ટેન્ટ પર તેમની પ્રતિક્રિયા આપી શકે છે. આ સિવાય બીજી બાજુનો યુઝર્સ પોલ દ્વારા વોટિંગ કરી શકે છે. આ વિશે માહિતી આપતાં કંપનીએ કહ્યું કે આવનારા સમયમાં આ બ્રોડકાસ્ટ ચેનલોમાં ઘણા વધુ ફીચર્સ પણ ઉમેરવામાં આવશે. આ આવનાર ફીચર્સમાં બીજા ક્રિએટરને એડ કરવા,કંઈપણ પૂછવા માટે ક્રાઉડસોર્સ પ્રશ્નો અને ઘણું બધું શામેલ કરવામાં આવશે.
એકવાર ક્રિએટર બ્રોડકાસ્ટ ચૅનલો ઍક્સેસ કરે અને ઇનબૉક્સમાં પહેલો મેસેજ કરે ત્યારે તેના ફોલોઅર્સ બ્રોડકાસ્ટ ચૅનલો સાથે જોડાવા માટે આપમેળે મેસેજ મળશે અને વધુમાં ફોલોઅર્સ કોઈપણ સમયે આ ચેનલોને છોડી અથવા મ્યૂટ કરી શકે છે અને ક્રિએટર તરફથી મળતી નોટિફિકેશન નિયંત્રિત કરી શકે છે.
ક્રિએટર એમની સ્ટોરીમાં જોઇન ચેનલ સ્ટીકરનો ઉપયોગ કરીને તેમના ફોલોઅર્સને પણ જોડાવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. આ વિશે મેટા એ જણાવ્યું હતું કે અમે હાલમાં યુ.એસ.માં થોડા સર્જકો સાથે બ્રોડકાસ્ટ ચેનલોનું પરીક્ષણ કરી રહ્યા છીએ અને આવનાર મહિનાઓમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ, આ સાથે જ આગામી મહિનાઓમાં મેસેન્જર અને ફેસબુક પર બ્રોડકાસ્ટ ચેનલોનું પરીક્ષણ કરીશું.