બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું સિંચન થશે
ભારતભરમાં 100થી વધુ સેન્ટરો કાર્યરત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્ર્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભાવિના ભગવાન સમ બાળકોમાં જીવન અને ધર્મના મૂળભૂત સંસ્કારોનું સિંચન કરતી પાઠશાળા એટલે લુક એન લર્ન જૈન જ્ઞાનધામ. જેમાં દીદીસ અને સર દ્વારા ગમ્મ્ત સાથે જ્ઞાન જૈન તથા જૈનેતર બાળકોને સ્ટોરી, પ્રોજેક્સ, એક્ટિવિટી, ઓડિયો – વિડિઓ પ્રેઝન્ટેશન, ગેમ્સ, ડ્રામા સાથે આધુનિક ટેક્નોલોજી દ્વારા જ્ઞાન અને સંસ્કારો આપવામાં આવે છે. જેના ભારતભરમાં 100 થી વધુ સેન્ટરો ચાલે છે અને રાજકોટમાં પણ 8 જેટલાં સેન્ટરો ચાલી રહ્યા છે.
જે અંતર્ગત રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત પંચનાથ ઇંગલિશ મીડીયમ સ્કૂલ, પંચનાથ મંદિર ખાતે પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, સેક્રેટરી મયુરભાઈ શાહ તેમજ સર્વ ટ્રસ્ટીગણના સહયોગથી તા.07/03 શુક્રવારના રોજ વધુ એક નવા સેન્ટરનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આપના બાળકોમાં પણ નાનપણથી જીવનના મૂળભૂત સંસ્કારોનું સિંચન થાય તેવા ભાવ સાથે આપ આપના બાળકને લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામમાં જોડી શકો છો, વધુ માહિતી માટે મેનકા દીદી શાહ મો.નં. 63557076027 પર સંપર્ક કરવા જણાવાયું છે.