કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયમાં મતગણના કેન્દ્ર ખાતે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે નિરીક્ષણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ ઓબ્ઝર્વેર મોહંમદ ઝુબેર અલી હાશમી અને પોલીસ ઓબ્ઝર્વર નાઝનીન ભસીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ખાતે તૈયાર થનાર સ્ટ્રોંગ રૂમ – મતગણના કેન્દ્ર ખાતે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું.
13-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળના હેઠળના જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાળા, કોડીનાર અને ઉના વિધાનસભા મતવિસ્તારના ઈવીએમ વીવીપેટ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ કૃષિ ઇજનેરી અને મહાવિદ્યાલય ખાતે રાખવામાં આવશે. ત્યારે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહંમદ ઝુબેર અલી હાશમી અને પોલીસ ઓબ્ઝર્વર નાઝનીન ભસીને કલેકટર સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિથી પણ વિવિધ પાસાઓનુ નિરીક્ષણ કર્યું હતુ. ઉપરાંત પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ હોલ, સ્ટ્રોંગ રૂમ, કોમ્પ્યુટર રૂમ, મીડિયા રૂમ સહિતની વ્યવસ્થાઓ મુદ્દે ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે, સ્ટ્રોંગ રૂમની થ્રી લેયર સિક્યુરિટી રાખવામાં આવે છે. ઉપરાંત સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવશે આ તકે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.