-કંપનીમાં મોટુ રોકાણ ધરાવતા અમેરિકી સંસ્થાઓને ઈન્કવાયરી નોટીસ
ભારતના ટોચના ઔદ્યોગીક ગ્રુપ અદાણી સામે હિંડનબર્ગના સનસનીખેજ રિપોર્ટ બાદ વિરોધ-ઉહાપોહ માંડ શાંત થયો છે ત્યાં હવે અમેરિકામાં ઈન્કવાયરી શરૂ થઈ છે. ન્યુયોર્ક સ્થિત અમેરિકી એટર્નીની ઓફીસ દ્વારા અદાણીગ્રુપમાં મોટુ રોકાણ ધરાવતા સંસ્થાકીય ઈન્વેસ્ટરોને ઈન્કવાયરી નોટીસ મોકલવામાં આવી છે.
- Advertisement -
હિંડનબર્ગ રીપોર્ટ બાદ અદાણી ગ્રુપ દ્વારા તેઓને શું કહેવામાં આવ્યું હતું તેની પૃચ્છા કરવામાં આવી છે. સિકયુરીટી એન્ડ એકસચેંજ કમીશન દ્વારા પણ તપાસ કરવામાં આવી જ રહી છે.
સૂત્રોએ એવી ચોખવટ કરી હતી કે, અમેરિકી એટર્ની દ્વારા ઈન્કવાયરીને પગલે ફોજદારી કે સીવીલ કેસ દાખલ થવાનું શરૂ નથી. અનેક વખત ઈન્કવાયરી થયા બાદ પણ કોઈ એકશન લેવામાં આવતા નથી.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને પ્રમુખ બાઈડન દ્વારા અભૂતપૂર્વ રેડકાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું છે તેવા સમયે જ અદાણી સામે અમેરિકામાં ઈન્કવાયરીના રિપોર્ટ બહાર આવ્યાનું સૂચક છે.
- Advertisement -
અમદાવાદ સ્થિત અદાણી ગ્રુપના પ્રવકતાએ જો કે એમ કહ્યું કે અમેરિકામાં સંસ્થાકીય ઈન્વેસ્ટરોની ઈન્કવાયરી વિશે કાંઈ ખબર નથી. કંપનીએ વિવિધ મુદાઓ પર ચોખવટ કરી જ છે અને તેને વળગી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 24મી જાન્યુઆરીએ અમેરિકી રિસર્ચ કંપની હિંડનબર્ગે અદાણી જૂથના નાણાકીય ગોટાળા વિશે રિપોર્ટ જારી કર્યો હતો જેને પગલે તેના શેરોમાં કડાકા સર્જાયા હતા.