કર્ણાવતી સ્કૂલમાં ધો.8ની સ્ટુડન્ટ પાસે શિક્ષકે ‘આઇ લવ યુ’ બોલાવ્યાનો માતાનો પાયાવિહોણો આક્ષેપ
શિક્ષકે વિદ્યાર્થિની પાસે ‘આઈ લવ ધીસ બોર્ડ’ બોલાવ્યું
- Advertisement -
ક્લાસરૂમ અને સંચાલકની ઓફિસનાં સીસીટીવી તપાસ કરતા માલૂમ પડ્યું કે, શિક્ષક પાછળની બાજુ ઊભા હતા અને શિક્ષકે બોર્ડ પર લખેલી ફોર્મ્યુલાને આઈ લવ ધીસ બોર્ડ એન્ડ ફોર્મ્યુલા એવું બોલાવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસમાં ગણિતના શિક્ષકે ‘આઈ લવ યુ’ બોલવાનું કહેતા વિવાદ થયો હતો. પરંતુ ક્લાસરૂમ અને સંચાલકની ઓફીસના સીસીટીવી તપાસ કરતા માલૂમ પડ્યું કે, શિક્ષકે પાછળની બાજુમાં ઊભા હતા અને શિક્ષકે બોર્ડ પર લખેલી ફોર્મ્યુલાને આઈ લવ ધીસ બોર્ડ એન્ડ ફોર્મ્યુલા એવું બોલાવ્યું હતું જેનું ખોટું અર્થઘટન થતા આ શિક્ષકને ડિસમીસ કરી દેવામાં આવ્યા છે. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત 7 ફેબ્રુઆરીના રોજ સવારે ગણિતના શિક્ષક બાલમુકુંદ પંડિત અંગ્રેજી માધ્યમના ધો.8ના ક્લાસમાં મેથ્સની ફોર્મ્યુલા શીખવતા હતા. દરમિયાન એક વિદ્યાર્થિનીને ફોર્મ્યુલા ન આવડતાં ચાલુ ક્લાસમાં ઊભી કરી બ્લેક બોર્ડમાં એ ફોર્મ્યુલા જોવા આગળ જવા કહ્યું હતું. બાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ‘આઇ લવ ધિસ ફોર્મ્યુલા’ એવું બોલ એવું કહ્યું હતું. જોકે આ અંગે વિદ્યાર્થિનીએ પોતાના પેરેન્ટ્સને વાત કરી હતી. બાદમાં તેમના પેરેન્ટ્સ સ્કૂલે આવ્યા હતા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી કે મેથ્મના શિક્ષકે મારી દીકરીને ‘તું આઇ લવ યુ બોલ’ એવું કહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે બાદમાં શિક્ષકને બોલવતાં તેણે જણાવ્યું હતું કે મેં વિદ્યાર્થિનીને મોટિવેટ કરવા માટે ‘આઇ લવ ધિસ ફોર્મ્યુલા‘ એવું બોલાવાનું હતું, પરંતુ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે અંતે શિક્ષકને ડિસમિસ કરવામાં આવ્યા છે.
‘આઈ લવ ધીસ ફોર્મ્યુલા’ એવું બોલાવ્યું: સ્કૂલ સંચાલક અશોક પાંભર
ઈંગ્લિશ મીડિયમના શિક્ષક બાલમુકુંદ સર છે જે બહારના રાજ્યના છે. તેઓ બધા વિદ્યાર્થીઓને ગણિતની પ્લસ અને માઈનસની ફોર્મ્યુલા સમજાવી રહ્યા હતા. દરમિયાન એક વિદ્યાર્થિનીને આ ફોર્મ્યુલા બોલવા ઊભી કરી અને તેને આ ફોર્મ્યુલા ન આવડી. જેથી બાલમુકુન્દ સરે તેને કહ્યું કે, ‘આઈ લવ ધીસ ફોર્મ્યુલા’ એવું બોલ જેથી તને આ ફોર્મ્યુલા પ્રત્યેનો અણગમો દૂર થઇ જશે. વાલીને પણ અમે સીસીટીવી ફૂટેજ બતાવવા તૈયાર હતા પરંતુ તેઓ સમજવા તૈયાર ન હતા.
- Advertisement -
આ પ્રકારનો કડવો અનુભવ પ્રથમ વખત થયો: શિક્ષક બાલમુકુંદ
વિદ્યાર્થિનીને મોટિવેટ કરવા ‘આઇ લવ ધિસ ફોર્મ્યુલા’ એવું બોલવા કહ્યું હતું, પરંતુ તેનું ખોટું અર્થઘટન વાલી અને વિદ્યાર્થિની દ્વારા કરાયું. જો કે મને સ્કૂલ દ્વારા ડિસમિસ કરાયો છે, જેનો સ્વીકાર કર્યો છે. છેલ્લાં 30 વર્ષથી ભણાવું છું, પરંતુ આ પ્રકારનો કડવો અનુભવ પ્રથમ વખત થયો છે.
અન્ય વિદ્યાર્થિનીઓએ સંચાલકને સમગ્ર હકીકત જણાવી
આ ઘટના બાદ સ્કૂલ સંચાલકે ક્લાસની અન્ય વિદ્યાર્થિનીને બોલાવી હકીકત જણાવવા કહ્યું હતું. ત્યારે વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે, સરે ઈંગ્લિશમાં કહ્યું હતું કે, આઈ લવ ધીસ બોર્ડ એવું બોલ. આ સિવાય સરે અન્ય ઈરાદાથી કહ્યું નથી. કારણ કે, વિદ્યાર્થિની મેથ્સમાં થોડી નબળી છે.
મેથ્સ ટિચર બાલમુકુંદએ વિદ્યાર્થીનીને હકિકતમાં શું કહેડાવ્યું હતું તેનું ઈઈઝટ જોવા અહીં ક્લિક કરો…