જીંદગીથી કંટાળી પગલું ભર્યું હોવાનું પતિનું નિવેદન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કણકોટ રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે કારખાનેદારની પત્નીએ વાસણ સાફ કરવાનું લિકવિડ પી એકની એક બે વર્ષની પુત્રીને બાથમાં દબાવી દિધી હતી બાદમાં માસૂમ બાળકી બેભાન થઈ જતાં તેણીએ તેના પતિને ફોન કરી જાણ કરતાં પત્ની અને પુત્રીને સારવારમાં ખસેડયા હતાં પરંતુ સારવાર મળે તે પહેલાં જ માસૂમ બાળકીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની જાણ થતાં તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ ઝીંદગીથી કંટાળીને આ પગલું ભર્યાનું સામે આવ્યું હતું.
રાજકોટમાં કણકોટ રોડ પર ફ્લોર પ્લાઇન બ્લોકમાં રહેતાં નમ્રતાબેન કેવિનભાઈ જસાણી (ઉ.30 નામની પરિણીતાએ ગત બપોરે ઘરે વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેની બે વર્ષની પુત્રી જિયાને પોતાના બેડ પર બાથમાં દબાવી સુઈ ગઈ હતી બાદમાં બાળકી બેભાન થઈ જતાં મહિલાએ તેના પતિને જાણ કરતાં પતિ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતાં અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ સારવાર મળે તે પહેલાં જ બાળકીનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.બી.ડીંડોર સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીના પિતા કેવિનભાઈ કારખાનેદાર છે ગત સવારે કારખાને ગયાં બાદ પત્ની એ ઝીંદગીથી કંટાળી પગલું ભરી લીધું હતું એકની એક પુત્રીના મોતથી પરીવારમાં કલ્પાંત સર્જાયો છે