ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
મોરબી શહેર અને જિલ્લાની પ્રજાને કેન્દ્ર સરકાર દ્વારા વરસોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી મોરબીની પ્રજા લાંબા અંતરની ટ્રેનની માગણી કરે છે પણ આ બાબત કેન્દ્ સરકાર કોઈ માંગણી સ્વીકારતી નથી અને મોરબી ની પ્રજા ને અન્યાય કરી રહેલ છે.
મોરબીથીં વાંકાનેર વચે ચાલતી ડેમુ ટ્રેન અવાર નવાર મેન્ટેનશ ન બહાના બતાવી વારવાર બંધ કરી રહેલ છે અને પ્રજા ને હાડમારી ભોગવી પડે છે હાલ રેલવે દ્રારા ઈલેક્ટિક લાઇન ચાલુ થઈ ગયેલ છે તો ડીઝલ એન્જિન ને બદલે ઇલેક્ટ્રિક એન્જિન થી ડેમુ ટ્રેન દોડાવી જોઈએ આ ડેમુ ટ્રેન મારફત લોકો લાંબા રૂટ ની ટ્રેન તેમજ નોકરિયાત લોકો અપ ડાઉન કરી રહ્યો છે જેના કારણે ડેમો ટ્રેનને મુસાફરો પણ મળી રહે છે તેમ છતાં રેલ્વે અધિકારીઓના મનસ્વી નિર્ણયોથી અવારનવાર ટ્રેન ને બંધ કરી દેવામાં આવે છે મોરબીની પ્રજા પૂછવા માંગે છે કે શા માટે આવો મોરબીની પ્રજા માટે કરવામાં આવે છે હવે પછી ડેમો ટ્રેન બંધ કરવામાં આવશે તો પ્રજાને સાથે રાખી રેલ રોકો આંદોલન કરી રેલવેના અધિકારીઓની સાન ઠેકાણે લાવવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રબારીની અખબારી યાદી જણાવે છે