નાણામંત્રાલયના રીપોર્ટમાં મોંઘવારી વિરોધી જંગ પુરો થયો નહી હોવાની કબુલાત: ખાસ કરીને નૈઋત્યના ચોમાસાની સંભવિત નબળી સ્થિતિથી ચિંતા વધી: વૈશ્વિક ફેકટરો તો યથાવત દબાણ કરે જ છે: સ્વીકાર
દેશમાં ફુગાવા અંગે ચિંતામાં રિઝર્વ બેન્કે છેલ્લા 1 વર્ષથી વધુ સમયમાં વ્યાજદરમાં 2.50% જેટલો વધારો કરી દીધો જેના કારણે ફુગાવો ઘટવાનો યશ કદાચ તેના માટે થોડો સમયનો જ આનંદ બની શકે છે. ખાસ કરીને આરબીઆઈએ હજું વ્યાજદર ઘટશે નહી તેની ગેરેન્ટી આપી નથી તે સમયે જ ખુદ કેન્દ્ર સરકારના નાણામંત્રાલયે સ્વીકાર્યુ છેકે આગામી સમયમાં મોંઘવારી વધવાનો ભય યથાવત જ છે.
- Advertisement -
માર્ચ માસના માસિક રિપોર્ટમાં નાણામંત્રાલયે આ વાત સ્વીકારી છે અને તેમાં મંત્રાલયે કહ્યું છે કે, મોંઘવારી વિરોધમાં તેમનો જંગ ચાલું જ રહેશે. વાસ્તવમાં જથ્થાબંધ અને છૂટક ફુગાવાના દરમાં જે ઘટાડો દેખાઈ રહ્યો છે તે અનેક ફેકટરના કારણે છે પણ મોંઘવારીનું પ્રેસર ઘટયું નથી. દેશમાં બેમૌસમી વરસાદની સ્થિતિ સતત ચાલુ રહી છે જેના કારણે કૃષિ ઉત્પાદનો પર અસર છે. ખેતરો કે માર્કેટપાર્કમાં પડેલા કૃષી ઉત્પાદનોમાં માવઠાની અસર થઈ છે અને હવે આકરો ઉનાળો પછી પણ નેરૂત્યના ચોમાસા અંગે જબરી દ્વીધાભરી સ્થિતિ બની રહી છે અને હવામાન વિભાગે ભારતીય ચોમાસા પર અલનીનોની અસર અંગે દબાતા સ્વરે બોલવાનો પ્રારંભ કર્યો છે.
યુક્રેન-રશિયા યુદ્ધ ચાલુ છે અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર થશે. જો નૈઋત્યનું ચોમાસુ ઓછું રહે તો મોંઘવારીની સ્થિતિ વણસશે તે ચોકકસ છે. વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતાની સ્થિતિ છે જે ભારતમાં વિદેશી મૂડીની આવક તથા વર્તમાન મૂડી રોકાણ જળવાઈ રહે તે પણ અસર કરી શકે છે. કૃષિક્ષેત્રને જે કંઈ ધકકો લાગશે તે મોંઘવારીને આગળ વધારશે. હજુ રીઝર્વ બેન્ક ઉંચા વ્યાજ દરની સ્થિતિ જાળવી રાખશે તો ઉત્પાદનોના ઈનપુટ-કોસ્ટ વધવાથી તેની સીધી અસર બજારભાવ પર પડશે.
નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં કહેવાયું છે કે, 2021-22માં પુરુ વર્ષ રીટેલ મોંઘવારી 5.5% રહી હતી અને 2022-23માં તે 6.7% પહોંચી ગઈ હતી. એક તબકકે તે 7.2% પણ હતી. રીઝર્વ બેન્કની મોનેટરી પોલીસી કરતા સીઝનલ ફેકટર મોંઘવારીને થોડી ઘટાડી શકયા છે પણ તે કેટલા લાંબાગાળા માટે અસરકારક છે તે પણ પ્રશ્ન છે.
- Advertisement -