ડિઝલનો ભાવ વધારીને 258.34 કરાયો
પાકિસ્તાન સરકારે નવા વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 1 જાન્યુઆરીથી પેટ્રોલની કિંમતમાં 56 પૈસા અને ડીઝલની કિંમતમાં 2.96 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે પેટ્રોલની કિંમત 252.66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 258.34 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ પહેલા 15 ડિસેમ્બરે પણ પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો, જેમાં ડીઝલની કિંમતમાં 3.05 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
- Advertisement -
પાકિસ્તાન સરકાર પેટ્રોલિયમ લેવી ઘટાડવામાં અસમર્થ રહી છે, જેના કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થયો છે. છેલ્લા દોઢ મહિનામાં પેટ્રોલની કિંમતમાં 12.14 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 12.14 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. પાકિસ્તાન સરકાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ની શરતોને કારણે પેટ્રોલિયમ લેવી ઘટાડવામાં અસમર્થ છે, જેના કારણે કિંમતો વધી રહી છે.