ભારે વરસાદને લીધે શાકભાજીની આવક ઘટતા ભાવ વધારો
ખાસ-ખબર સંવાદદાતા
ભારે વરસાદને લીધે લીલા શાકભાજીના ઉત્પાદન પર ઘણઈ અસર પહોંચી છે. એટલું જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતા શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કારણોસર ફરી એકવાર શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. મોટાભાગની બધીય શાકભાજીના ભાવે સેન્ચુરી વટાવી છે. શાકભાજીના ભાવે વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ વખતે ચોમાસામાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદી પાણઈ ખેતરોમાં ભરાતાં ઊભા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પાછોતરા વરસાદે પણ ખેતીને તબાહ કરી છે. આ સંજોગોમાં લીલા શાકભાજીને ખૂબ જ નુકસાન થયું છે. જેથી ઉત્પાદન પર વ્યાપક અસર પહોંચી છે. વેપારીઓના મતે ભારે વરસાદને કારણે ઉત્પાદન ઓછું થતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.
- Advertisement -
ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી લીલા શાકભાજીને લઈને આતી ટ્રકોમાં ઘટાડો થયો છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં વધારો થયો છે. છૂટક બજારમાં લીલા વટાણા 300 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. તો આદુના ભાવ પણ કિલોએ 250 રૂપિયા સુધી પહોંચ્યા છે. કોથમીરના કિલોનો ભાવ 200 રૂપિયા થયો છે. ડુંગળીના ભાવ વધીને 40 રૂપિયા થયા છે.
શાકભાજીના ભાવની સ્થિતિ
વટાણા 300 રૂપિયા કિલો
કોથમીર 200 રૂપિયા કિલો
આદુ 250 રૂપિયા કિલો
મેથી 220 રૂપિયા કિલો
રીંગણ 80 રૂપિયા કિલો
બટાકા 30 રૂપિયા કિલો
ગવાર 120 રૂપિયા કિલો
ડુંગળી 40 રૂપિયા કિલો
ફુલાવર 120 રૂપિયા કિલો
લીંબુ 120 રૂપિયા કિલો