લોકસભાની ચૂંટણી પૂર્વે મોંઘવારી ઘટાડવા માટે કમર કસી રહેલી કેન્દ્ર સરકારનાં પ્રયાસોના પરીણામ આવવા લાગ્યા હોય તેમ ફૂગાવામાં ઘટાડો નોંધાયો છે. ભારતનો જાન્યુઆરી મહિનાનો ફૂગાવા દર ઘટીને 5.1 ટકા થઈ ગયો છે અને છેલ્લા ત્રણ મહિનાનાં નીચલા સ્તરે આવી ગયો છે. ડીસેમ્બર 2023 માં રીટેલ ફૂગાવો 5.69 ટકા હતો.
કેન્દ્ર સરકારનાં ભાવ ઘટાડવા માટેના અનેકવિધ પગલાની સાથોસાથ નવા શિયાળુ પાકની સીઝન જામવા લાગતા મોંઘવારીમાં રાહત થઈ છે. ખાદ્ય મોંઘવારી દર નીચો આવ્યો છે. ટમેટા, ડૂંગળી સહિતના શાકભાજીમાં ઘટાડો કારણરૂપ છે.આ સિવાય કેન્દ્ર સરકારે ઘઉના ભાવ નીચા લાવવા માટે સ્ટોક મર્યાદાની લીમીટમાં વધુ ઘટાડો કર્યો હતો તેના હિસાબે ઘઉંના ભાવ આંશીક નીચા આવ્યા હતા.
- Advertisement -
રીઝર્વ બેન્કે ધીરાણ નીતિમાં મોંઘવારી મામલે ચિંતા દર્શાવીને વ્યાજદરમાં કોઈ બદલાવ કર્યો ન હતો. પરંતુ ફૂગાવાનો દર નીચો આવી રહ્યો હોવાથી આવતા દિવસોમાં વ્યાજદર ઘટવાની સંભાવના છે અને તે સંજોગોમાં મોંઘવારી મોરચે વધુ રાહત મળી શકે છે.