ફેસ્ટીવ સિઝનમાં પેટ્રોલિયમ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 30 ઓગસ્ટે ફેરફાર કરવામાં આવ્યો હતો.
ફેસ્ટીવ સિઝનમાં પેટ્રોલિયમ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતો ઓછી કરવામાં આવી હતી. આ ગેસ સિલિન્ડરને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 30 ઓગસ્ટે ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ત્રીજા મહિને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 30 ઓગસ્ટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 929 રૂપિયા છે. આ સમયગાળા દરમિયાન કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુંબઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 902.50 રૂપિયા છે. ચેન્નાઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 918.50 રૂપિયા છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો
19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈ અને કોલકાત્તામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
બે મહિનામાં કેટલો વધારો
છેલ્લા બે મહિનામાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 310.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોલકત્તામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 307 રૂપિયાનો, મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 303.5 રૂપિયા, ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 304.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.