શેરબજાર પછડાયું, રૂપિયો ગગડ્યો, ક્રુડ અને સોનું મોંઘુદાટ બન્યું
ક્રુડતેલ મોરચે ટ્રીપલ માર: બ્રેન્ટ ક્રુડના ભાવ વધ્યા: રૂપિયો ગગડતા આયાત વધુ મોંઘી અને શિપીંગ ભાડા પણ વધી ગયા
- Advertisement -
સોનામાં ડયુટી પરની અસર ધોવાઈ: શેરબજારમાં હવે વિદેશી-રોકાણકારો પણ રિટર્ન થવા લાગ્યા હવે વ્યાજદર ઘટવા પર પ્રશ્ર્નાર્થ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મધ્યપૂર્વમાં સર્જાયેલા તનાવની અસર ભારતીય શેરબજાર પર પડી છે અને ગઈકાલે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી મોટો સિંગલ ડે કડાકો નોંધાયો પણ આંતર રાષ્ટ્રીય ચલણ બજારમાં તે રીતે ડોલર અને અન્ય મજબુત કરન્સી સામે રૂપિયો જે રીતે ગગડી રહ્યો છે તેનાંથી ભારતના આયાતકારોની ચિંતા વધી છે. ગઈકાલે રૂપિયો પ્રતિ ડોલર 83.93 ની સપાટીએ પહોંચ્યો જે છેલ્લા બે માસનો સૌથી મોટો ઘટાડો હતો.ક્રુડતેલનાં ભાવ પણ નીચા જવા લાગ્યા છે અને તેમાં રૂપિયો પણ ગગડતા સૌ પ્રથમ ક્રુડતેલની આયાત વધુ મોંઘી થશે તો સોનાને મોંઘુ બનાવવામાં પણ રૂપિયાની વધુ નેગેટીવ ભૂમિકા મહત્વની બની રહેશે.
- Advertisement -
દિવાળીનાં તહેવારો સમયે તેથી હવે ફૂગાવો ફરી ઉંચો જશે અને મોંઘવારી વધી શકે છે અને તેથી હાલનાં રેડ-કટથી આગામી દિવસોમાં જે રીતે ભારતમાં વ્યાજદર ઘટવાની આશા હતી તેના પર પણ પાણી ફરી વળશે. જો મધ્યપૂર્વનું યુદ્ધ વધુ લાંબુ ચાલે તો ભારતની ચિંતા વધી જશે. વ્યાજદરમાં ઘટાડાની આશા પર પણ પાણી ફરી વળી શકે છે. ગઈકાલે રૂપિયો અમેરીકી ડોલર સામે 14 પૈસા તૂટીને 83.82 ની સપાટીએ પહોંચ્યો હતો.તે રૂપિયો 84 ની સપાટી પણ તોડીને વધુ સસ્તો બને તો રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને દરમ્યાનગીરી કરવી પડશે. કારણ કે રૂપિયો તૂટી રહ્યો છે. તો બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ શેરબજારમાંથી નાણા પાછા ખેચી રહ્યા છે તેથી માર્કેટમાં પણ કડાકા ભડાકા થયા છે.બ્રેન્ટ ક્રુડ જે ભારતીય બાસ્કેટનું ક્રુડ ગણાય છે તે પ્રતિ બેરલ 75.42 ની સપાટીએ પહોંચી ગયુ જે દ્વારા ઓઈલ માર્કેટીંગ કંપનીઓનું સરેરાશ લેવલ છે.
અહીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા-ઘટાડા મુદ્દે નિર્ણય લે છે. જોકે હાલમાં 70 ડોલરથી પણ નીચે ભાવ ગયા છતા પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાયા નહી તે પણ પ્રશ્ર્ન છે.
ઉપરાંત યુદ્ધના કારણે ક્રુડતેલનો લોજીસ્ટીક ખર્ચ, પરિવહન માટેનાં શીપીંગ ભાડા પણ વધી ગયા છે. ભારત તેની જરૂરીયાતનાં 80 ટકા ક્રુડતેલ આયાત કરે છે તેથી આ ફેકટર મહત્વનું છે.
ચીને જે રીતે તેનાં અર્થતંત્રને ઠીક કરવા માટે જે નાણાકીય સ્ટીમ્યુલેટ જાહેર કર્યુ પછી ફરી એક વખત આ દેશ વિશ્ર્વના રોકાણકારો માટે નવી આશા સર્જી ગયો અને ભારતનાં શેરબજારમાંથી નાણા પાછા ખેચાઈ રહ્યા છે અને અમેરીકી ફ્રેડ દ્વારા પણ વ્યાજદર ઘટાડાયા છે. હજુ બીજા 50 બેઝીક પોઈન્ટનો ઘટાડો આગામી વર્ષ આવી શકે છ તો ભારત માટે પણ પરિસ્થિતિ વણસશે આમ હજુ બે માસ પુર્વે નવા ખરીફ પાકની આશાથી દિવાળી બાદ મોંઘવારીનો માહોલ સુધરશે તેવી આશા હતી તે પણ હવે રહી નથી. વ્યાજદર ઘટાડા અંગે આ માસમાં જ રીઝર્વ બેન્કે નિર્ણય લીધો છે. સરકારે આ માટેની કમીટીમાં ત્રણ નવા સભ્યોની નિયુકિત કરી છે તે હવે રીઝર્વ બેન્કનાં વલણમાં કોઈ ફર્ક લાવી શકે છે કે કેમ તેની પર નજર છે.પણ સિતાનીઓ તો યુદ્ધ જ નકકી કરશે.