નોનમેટ્રીકથી સ્નાતક સુધીની લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તક
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે આગામી તા. 27-11-2025 (ગુરુવાર) ના રોજ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 11:00 કલાકે, રાજકોટ-મોરબી હાઇવે પર, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ., ટંકારા ખાતે યોજાશે.
નોનમેટ્રીકથી લઈને સ્નાતક સુધીની લાયકાત ધરાવતા અને 18 થી 35 વર્ષની વયજૂથના ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો, આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને બાયોડેટા સહિતના જરૂરી કાગળો સાથે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. જે ઉમેદવારોએ રોજગાર કચેરીમાં નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ હાજર રહી શકશે.



