ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદનો કાયમી અંત ન લાવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. હોન્ડુરાસના દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે, તેણે આ આતંકવાદીઓને અમને સોંપવા પડશે. આ સાથે, તેણે આતંકવાદીઓના ઠેકાણાઓ બંધ કરવા પડશે. તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ.
- Advertisement -
કાશ્ર્મીર પર ચર્ચા કરવાના પાકિસ્તાનના પ્રસ્તાવના જવાબમાં, વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્ર્મીર પર ચર્ચા કરવા માટે ફક્ત એક જ મુદ્દો બાકી છે. એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્ર્મીર (ઙઘઊં) ખાલી કરવાનો. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્ર્મીર અને પાકિસ્તાન સંબંધિત બાબતોમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપ અંગે ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન સાથેની અમારી વાતચીત સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે.
યુદ્ધવિરામ અંગે જયશંકરે કહ્યું- ગોળીબાર બંધ કરવાની માગ કોણ કરી રહ્યું હતું તે સ્પષ્ટ છે. આતંકવાદી માળખાને નષ્ટ કરવાના અમારા લક્ષ્યોને અમે પ્રાપ્ત કર્યા છે. પહેલગામ હુમલા અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે અમને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. અમે ઞગજઈમાં એક ઠરાવ રજૂ કર્યો હતો કે ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ અને 7 મેના રોજ, ઓપરેશન સિંદૂર દ્વારા તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જયશંકરે કહ્યું કે ઓપરેશન સિંદૂરની શરૂૂઆતમાં જ અમે પાકિસ્તાનને આ સંદેશ આપ્યો હતો કે અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છીએ, સેના પર નહીં. અમે પાકિસ્તાની સેનાને બાજુ પર રહેવાનો અને દખલ ન કરવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેમણે સલાહ પર ધ્યાન આપ્યું નહીં.
જયશંકરે વધુમાં જણાવ્યું કે 10 મેની સવારે તેમને ભારે નુકસાન થયું. સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે અમે તેમને કેટલું નુકસાન પહોંચાડ્યું છે, અને તેમણે આપણને કેટલું ઓછું નુકસાન પહોંચાડ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે યુદ્ધવિરામ કોણ ઇચ્છતું હતું. જયશંકરે ટ્રમ્પના ટેરિફ નિવેદનનો પણ જવાબ આપ્યો. ટેરિફ અંગે, ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે ભારતે અમેરિકાને વેપારમાં શૂન્ય ટેરિફ સોદો ઓફર કર્યો છે. ભારત વેપારમાં અમારી પાસેથી કોઈ ફી લેવા તૈયાર નથી. આ અંગે જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ એક જટિલ પ્રક્રિયા છે. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. તેમણે કહ્યું- કોઈપણ વ્યવસાયિક સોદો બંને માટે ફાયદાકારક અને અસરકારક હોવો જોઈએ. આપણી અપેક્ષા એવી જ હશે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી આ અંગે કોઈ નિર્ણય લેવો ઉતાવળ ગણાશે.