વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગની ઘટનામાં 7 લોકોને ગોળી વાગી છે. જેમાંથી ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર છે.
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના વર્જીનિયામાં ફરી ફાયરિંગની ઘટના બની છે. વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીની પાસે એક હાઈસ્કૂલના પદવીદાન સમારોહ બાદ હુમલાખોરોએ 7 લોકોને ગોળી મારી હતી. પોલીસ અને સ્કૂલ પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર છે. આ ફાયરિંગ મામલે બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
- Advertisement -
વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગ
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગની ઘટના બાદ બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, અંધાધૂધ ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા 12 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
United States | Seven people were shot, three of them with life-threatening injuries, near Virginia Commonwealth University following a high school graduation ceremony, according to police and school district officials. Two suspects were taken into custody, reports The Associated…
— ANI (@ANI) June 7, 2023
- Advertisement -
ઘટના બાદ એક્શનમાં આવી પોલીસ
થિયેટરની અંદરના અધિકારીઓએ સાંજે 5.15 વાગ્યાની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળ્યો. પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જેઓને ગોળી વાગી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થિયેટરની અંદર ફાયરિંગની ઘટના બનશે તેવું વિચાર્યું પણ નહોતું. પોલીસે હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવેલા શખ્સોની ઓળખ જાહેર કરી નથી.
રવિવારે કેલિફોર્નિયામાં બની હતી ફાયરિંગની ઘટના
આ પહેલા કેલિફોર્નિયાના સનીવેલ શહેરમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના રવિવારે બની હતી, જ્યારે શંકાસ્પદ વ્યક્તિએ એક પરિવારની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પોલીસ વડા બિલ વેગાસે જણાવ્યું હતું કે, ગોળીબારનો ભોગ બનેલા ત્રણ બાળકો સહિત ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ પણ બાળકોને જીવલેણ ઈજાઓ થઈ નથી. સનીવેલ સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 65 કિમી દૂર આવેલું છે.