-અલગતાવાદીઓનો પણ રોકેટમારો
લાંબો સમય શાંતિ રહ્યા બાદ મણીપુરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં ફરી ભડકો થયો છે અને અહીના મૈતેઈ અને કુકી-ઝોમો સમુદાય વચ્ચેની હિંસા ભડકી ઉઠતા ચાર લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે જે બાદ ઈમ્ફાલ વેસ્ટ જીલ્લામાં તા.31થી જ કર્ફયુમાં જે છુટછાટ અપાઈ હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે.
- Advertisement -
આ જ રીતે વધુ હિંસા ભડકે નહી તે માટે ઈમ્ફાલ પુર્વ કાકચિંગ અને બિશ્નુપુરમાં પણ નવેસરથી કર્ફયુનો અમલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એન.બિરેનસિંઘે આ હિંસા માટે જવાબદાર સામે આકરી કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
સમાચાર સંસ્થાના રિપોર્ટ મુજબ એક ગનપંત જે લશ્કરી જવાન જેવા યુનીફોર્મ પહેરીને આવ્યો હતો અને સ્થાનિક લોકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો અને બાદમાં તે નાસી છુટયો હતો. બાદમાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને અનેક સરકારી વાહનોને આગ ચાંપી હતી.
સરકારી ઈમારતો પર પત્થરમારો કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા કર્ફયુ લાદી દીધો છે. અહી નવા વર્ષથી ફરી ઉગ્રવાદીઓ પણ રોકેટ હુમલા કરી રહ્યા છે. મણીપુર હિંસામાં 180થી વધુ લોકો માર્યા ગયા છે.