બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં એક હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે, હુમલાખોર બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું છે. સાથે જ તેના હાથમાં સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ જોવા મળી રહી છે.
બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. બ્રાઝિલમાં શુક્રવારે એક હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શૂટર સેમીઓટોમેટિક પિસ્તોલ લઈને આવ્યો હતો અને તેણે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફાયરિંગ કરનારની શોધખોળ તેજ કરી છે.
- Advertisement -
પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ફાયરિંગ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્યના જાહેર સુરક્ષા સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ફાયરિંગ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. આ ઘટના એસ્પિરિટો સેન્ટો રાજ્યના અરાક્રુઝ શહેરની છે. આ બંને સ્કૂલો એક જ રોડ પર આવેલી છે. જો કે, હજુ સુધી હુમલાખોર પોલીસ પકડથી દૂર છે.
બુલેટપ્રુફ જેકેટ પહેરેલો જોવા મળ્યો શૂટર
CCTV ફૂટેજમાં હુમલાખોર બુલેટપ્રુફ જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ જોવા મળી રહી છે. આ અંગે એસ્પિરિટો સેન્ટોના પબ્લિક સિક્યોરિટી સેક્રેટરી માર્સિયો સેલેન્ટે એક વીડિયો જાહેર કરીને માહિતી આપી છે.
મોઢું ઢાંકીને પહોંચ્યો હતો હુમલાખોર
આ ઘટનામાં 9 શિક્ષકો સહિત 11 લોકો ઘાયલ થયા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હુમલાખોરે સ્કૂલનું તાળું તોડીને શિક્ષકની લાઉન્જમાં પ્રવેશ કર્યો હતો. હુમલાખોરો મોઢું ઢાંકેલું હતું, જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. એસ્પિરિટો સેન્ટોના પબ્લિક સિક્યોરિટી સેક્રેટરીએ કહ્યું કે, પોલીસ તપાસ કરી રહી છે કે તેની સાથે અન્ય કોઈ હતું કે નહીં. આ ઉપરાંત તે કોના કહેવા પર ફાયરિંગ કરવા પહોંચ્યા હતા.
- Advertisement -
અધિકારીઓ શરૂ કરી તપાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલની સ્કૂલોમાં ફાયરિંગની ઘટના અસામાન્ય છે. પરંતુ તાજેતરના વર્ષોમાં વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં સુરક્ષા અધિકારીએ કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અધિકારીઓને તપાસ માટે મોકલ્યા છે.