સ્પાઈસ જેટ 15મીથી મુંબઈ-દિલ્હી-ગોવાની ફ્લાઈટ આપશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાના કેસ હળવા થવા લાગ્યા છે રાજ્ય સરકાર દ્વારા અર્થતંત્રને બેઠુ કરવા રાત્રી કર્ફ્યુના નિયંત્રણો સાથે વ્યવસાય, પરિવહન, ધંધા-રોજગારો ખુલ્લા કર્યા છે તમજ હરવા-ફરવા માટેના સ્થાનો ખુલ્લા થતા પ્રવાસીનો ઘસારો જોવા મળ્યો છે. એરપોર્ટ ઉપર આરટી પીસીઆર ટેસ્ટનો નિયમ નીકળી જતા એરપોર્ટો ફરી ધમધમવા લાગ્યા છે. અને ઓરપોર્ટ ઉપર મુસાફરોનો ઘસારો જોવા મળતા ધીમે ધીમે વિવિધ કંપનીઓ પણ પોતાની ફ્લાઈટો ઉડાડવા લાગ્યા છે.
ઈન્ડિગો સ્પાઈસ જેટની ફ્લાઈટ બંધ હતી. જ્યારે એર. ઈન્ડિયાની સપ્તાહમાં 4 દિવસ મુંબઈ-દિલ્હીની ફ્લાઈટો ચાલુ હતી. હવે આજથી રાજકોટ એરપોર્ટ ઉપરથી ઈન્ડિગો દ્વારા સપ્તાહમાં 5 દિવસ રાજકોટથી મુંબઈ અને દિલ્હીની ફલાઈટોની ફિકવન્સી આપશે. તો એર ઈન્ડિયા 14 મીથી રાજકોટથી મુંબઈ અને દિલ્હી વચ્ચે દરરોજ બપોરે ફ્લાઈટ શરૂ કરશે.
સ્પાઈસ જેટ 15 મીથી મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવા, માટે એકી સાથે ચાર ફ્લાઈટ શરૂ કરશે. આમ 15 મીથી રાજકોટ એરપોર્ટ ઉપર પ્લેનની સાથે યાત્રિકોને ધમધમાટ શરૂ થશે તો 70 થી 80 ટકા બુકીંગ થઈ ગયું હોવાનું જાણવા મળ્યુંં છે.


