આર પ્રજ્ઞાનાનંદે શાનદાર પ્રદશન કરતાં FTX ક્રિપ્ટો કપના છેલ્લા મેચમાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને 4-2થી હરાવ્યો
ભારતના યુવા ગ્રેન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે શાનદાર પ્રદશન કરતાં FTX ક્રિપ્ટો કપના છેલ્લા મેચમાં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને 4-2થી હરાવ્યો છે. પ્રજ્ઞાનંદે કાર્લસન પાસેથી સળંગ ત્રણ ગેમ જીતી હતી જેમાં બે ટાઈબ્રેક મેચ જીતી છે. કાર્લસન સામેની જીત છતાં ભારતનો 17 વર્ષીય ખેલાડી અંતિમ ટેબલમાં બીજા સ્થાને રહ્યો હતો.
- Advertisement -
નોર્વેના કાર્લસને સૌથી વધુ પોઈન્ટ મેળવીને આ ખિતાબ જીત્યો હતો. તેણે કુલ 16 પોઈન્ટ બનાવ્યા જ્યારે પ્રજ્ઞાનંદે 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર આવ્યા હતા. કાર્લસને મેચ બાદ કહ્યું હતું કે, “મેં આજે આખો દિવસ ઘણું ખરાબ પ્રદશન કર્યું પણ અંતે મને જે પરિણામ મળ્યું જે તેનો હું હકદાર છું. હારવું કોઈ પણ રીતે સારું નથી હોતું, પરંતુ હારનો એ સમય આગળ વધવા માટે ઘણો સારો હોય છે. ”
આર પ્રજ્ઞાનાનંદ અને કાર્લસન વચ્ચે પહેલા બે મેચ ડ્રો રહ્યા હતા અને એ પછી કાર્લસને ત્રીજો રાઉન્ડ જીત્યો હતો. છતાં પણ આર પ્રજ્ઞાનાનંદે હાર ન માની. ચોથો રાઉન્ડ જીતીને આર પ્રજ્ઞાનાનંદે કાર્લસને ટાઈબ્રેકર લઈ ગયો હતો અને એ પછી આર પ્રજ્ઞાનાનંદે બે મેચ જીતીને કાર્લસને માત આપી હતી.
પ્રજ્ઞાનંદ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે અને અગાઉ તેણે ઓનલાઈન સ્પર્ધાઓમાં બે વખત વિશ્વ ચેમ્પિયન કાર્લસનને હરાવ્યો છે. ચેન્નાઈમાં તાજેતરમાં પૂર્ણ થયેલ ચેસ ઓલિમ્પિયાડમાં ભારત B ટીમી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચેન્નઈના રહેવાસી પ્રજ્ઞાનાનંદે વર્ષ 2018 માં ગ્રેન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. પ્રજ્ઞાનાનંદ આ ઉપલબ્ધિ મેળવવાવાળા સૌથી નાની ઉંમરના ભારતીય બન્યા હતા અને દુનિયામાં સૌથી નાની ઉંમરના બીજા ખેલાડી બન્યા હતા.
- Advertisement -
એ પહેલા પણ ભારતીય ગ્રેન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે શનિવારે પૈરાસીન ઓપન ‘એ’ શતરંજ ટુર્નામેંટ 2022ના ખિતાબને તેના નામે કર્યો હતો. એ સમયે ખેલાડીએ નવ સ્પર્ધામાંથી આઠ અંક મેળવ્યા હતા. આખી સ્પર્ધા દરમિયાન આર. પ્રજ્ઞાનાનંદ આગળ રહ્યા અંતે ડબલ સ્કોર સાથે એમને જીત મેળવી હતી.