ભારતે ટી-20 વર્લ્ડકપના વિજય સાથે શુભારંભ કર્યો હતો. જો કે ,હરિફ ટીમ આયરલેન્ડમાં ભારતની જીત તો અપેક્ષિત હતી જ પણ ભારત પ્રભુત્વ સાથે જીતે છે કે નહિ તે જોવાનું હતું અને તેમાં ભારત સફળ થયું હતું. જીતવા માટેના 97 રન ભારતે 12.2 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને કર્યા હતા. રોહિત શર્માએ પર અને પંતે 36 રન કર્યા હતા.
ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી અને આયરલેન્ડને 16 ઓવરોમાં માત્ર 96 રનમાં ખખડાવી દીધું હતું.
આઈપીએલના નબળા ફોર્મ પછી હાર્દિક પંડ્યાએ ફરી તેનો બોલિંગ લય મેળવતા 4 ઓવરોમાં 27 ૨ન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્ષદિપ સિંઘે તેની બીજી ઓવરમાં સ્ટર્લિંગ અને બાલ્બીર્ની એમ બંને ઓપનરોને આઉટ કર્યા હતા.
- Advertisement -
બુમરાહે હંમેશ મુજબ ચુસ્ત બોલિંગનો પ્રભાવ જારી રાખ્યો હતો. 3 ઓવરમાં 6 રન આપીને તેને બે વિકેટ મેળવી હતી. સિરાજ અને અક્ષર પટેલે પણ 1-1 વિકેટ ઝડપી હતી. આમ ભારતના તમામ મુખ્ય બોલરોએ વિકેટ ઝડપી હતી.
આયરલેન્ડ તરફથી ડેલાનીએ સૌથી વધુ 26 ૨ન 14 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે ફટકાર્યા હતા. આયરલેન્ડના સાત બેટસમેનો ડબલ ફિગર નહોતા નોંધાવી શક્યા. 97 ૨નનો પડકાર સ્વાભાવિક રીતે જ ભારત માટે કઠીન નહોતો જો કે ઓપનિંગમાં ઉતરેલો કોહલી ત્રીજી જ ઓવરમાં 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેણે હવામાં બોલ ઉછાળી જોશભેર સ્વિપ ફટકો લગાવ્યો હતો.
બાઉન્ડ્રી પર અડેરની બોલીંગમાં તે વ્હાઈટના હાથે ઝીલાયો હતો. આમ પાકિસ્તાન સામેની રવિવારની મેચ પહેલા તેને આ પીચ પર બેટિંગ પ્રેક્ટિસ નહોતો કરી શક્યો. ભારતે ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં રોહિત શર્માને સાથે યશસ્વી જયસ્વાલને બદલે કોહલીને ઉતાર્યો હતો.
- Advertisement -
જો કે, રોહિત શર્માએ તેના આક્રમક અભિગમ સાથે બેટિંગ કરીને આઈપીએલમાં ફુલકોર્મ ગુમાવેલ ફોર્મ પરત મેળવ્યું છે. તેવી જ રીતે રિષભ પંતની રમત પણ વર્લ્ડકપ માટે ભારતનો ઉત્સાહ વધારનાર હતી.