– સૌથી પ્રદુષિત વૈશ્વીક શહેરમાં પ્રથમ ક્રમે પાક.નું લાહોર અને કરાચી 11માં ક્રમે
શિયાળો આવતા જ ફરી એક વખત પ્રદુષણની સમસ્યા ફુંફાડો મારવા લાગી છે અને આ સમસ્યા ફકત ભારત જ નહી વિશ્વમાં છે તે વચ્ચે હાલમાં જ થયેલા એક સર્વેમાં જાહેર થયું કે વિશ્વના સૌથી પ્રદુષિત 10 શહેરોમાં ભારતના ત્રણ મહાનગરોનો સમાવેશ થાય છે. દિલ્હી તો પ્રદુષણ માટે બદનામ થઈ ગયુ છે અને તેથી તે ચોથા સ્થાને છે તો મુંબઈ સાતમા અને કોલકતા 10માં સ્થાને સૌથી પ્રદુષીત મહાનગર તરીકે જાહેર થયા છે. આ યાદીમાં પાકિસ્તાનનું લાહોર પ્રથમ ક્રમે છે અને કરાચી 11માં સ્થાને છે. ચીનનું પાટનગર બીજીંગ નંબર ત્રણ પર છે પણ મુંબઈમાં વધતુ પ્રદુષણ એ ચિંતા સર્જે તેવી સ્થિતિ છે. ખાસ કરીને તે દરિયાઈ ક્ષેત્ર પર વસેલુ મહાનગર છે.
- Advertisement -
સોમવારે યુદ્ધની હાલત સતત ત્રીજા દિવસે સૌથી પ્રદુષિત રહી હતી અને એડવાઈઝરી ત્યાં સુધીની આવી કે મુંબઈના લોકોએ વધુ પડતા આઉટીંગ કરવું નહી. વિશ્વમાં ભારત આઠમા નંબરનો સૌથી વધુ પ્રદુષિત દેશ છે. આ યાદીમાં આફ્રિકન દેશ ચાંદ નંબર વન પર છે. ઈરાક નંબર-2 પાક નંબર 3 બહેરીન ચોથા ક્રમે બાંગ્લાદેશ પાંચમા ક્રમે, બુર્ખીના ફાસો છઠ્ઠા ક્રમે કુવૈત સાતમાં, ભારત આઠમાં અને ઈજીપ્ત નવમાં તથા તજાકિસ્તાન 10માં ક્રમે છે. મુંબઈમાં એરકવોલિટી મધ્યસ્થી ખરાબ બની છે તેનું મુખ્ય કારણ સતત ચાલતા બાંધકામ વાહનોની વણઝાર તથા ફેકટરીઓના ધુમાડા સહિતની સમયમાં દિલ્હીમાં પાડોશી રાજયોમાં પરાળી સળગાવવાના કારણે અને કોલકતા તેના આડેધડ ઔદ્યોગીકરણના આભારી છે. આ પ્રકારના પ્રદુષણનો સૌથી મોટો ભોગ બાળકો શિશુઓ બને છે.
મુંબઈની વાડિયા હોસ્પીટલના સર્વે મુજબ બાળકોમાં શ્વાસ સંબંધી બિમારીઓ 30% જેવી વધી છે. ખાસ કરીને શિયાળામાં કફ, શ્વાસ ચડવા, તાવ, સતત નાકમાંથી પાણી નીકળવું અને આંખોમાં બળતરા જેવી બિમારી બાળકોમાં વધી રહી છે. જે લાંબા ગાળે તેને અસ્થામા પણ થઈ શકે છે. મુંબઈમાં એર કવોલીટીમાં જે પીએમ 10 છે તે રાષ્ટ્રીય ધોરણો કરતા લગભગ ડબલ છે. જે બાળકો પર સૌથી પ્રથમ અસર કરે છે. હાલ તો મુંબઈમાં રેડી-મીકસ કોન્ક્રીટ પ્લાંટ ને બંધ કરવા આદેશ અપાયા છે પણ મુંબઈમાં જે એકંદર ઔદ્યોગીક પ્રદુષણ છે તેના પર તાત્કાલીક કોઈ અંકુશ શકય પણ નથી. આ ઉપરાંત મુંબઈમાં ખાસ ટીમ બનાવી છે જે કચરો સળગાવવાની ઘટનાઓને રોકશે.