ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર લાગુ કરાયેલા ટેરિફસમાંથી મુક્તિ આપવા ભારત સરકાર અમેરિકાને સમજાવી રહી છે. આ મુક્તિની બદલીમાં ભારતે પણ તેણે લાગુ કરેલા કેટલાક વળતા ટેરિફસ પાછા ખેંચવાની તૈયારી બતાવી છે.
ભારતના વડા પ્રધાનની અમેરિકાની મુલાકાત દરમિયાન આ મુદ્દે સહમતિ સધાવાની શકયતા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. જો અમેરિકા સ્ટીલ પરના ટેરિફસમાંથી મુક્તિ આપશે તો ભારત પણ તેની સામે બદામ અને અખરોટ જેવા કૃષિ ઉત્પાદનો પર તેણે લાગુ કરેલા વળતા ટેરિફસ પાછા ખેંચવા તૈયાર હોવાનું અમેરિકાને સંકેત આપી દેવાયા છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.