– હવે અરૂણાચલમાં ફ્રંટીયર હાઈવે નિર્માણ પામશે
સરહદી વિવાદ વચ્ચે ચીન દ્વારા વખતોવખત કરાતા ઉંબાડીયાનો મુકાબલો કરવા માટે ભારત સીમા પર માર્ગોની જાળ બનાવી રહ્યું છે. કેન્દ્ર સરકારે ગત જુલાઈમાં કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં ચીન સરહદે 15477 કરોડના ખર્ચથી 2088 કીમી લાંબા માર્ગોનું નિર્માણ કર્યું છે.
- Advertisement -
સરકારે તાજેતરમાં જ અરૂણાચલપ્રદેશને લઈને ચીન સરહદે 2000 કિલોમીટર લાંબો માર્ગ બનાવવાનો નિર્ણય લીધો છે. અરૂણાચલ ફ્રંટીયર હાઈવે તરીકે તેનુ નિર્માણ થશે અને રૂા.40000 કરોડનો ખર્ચ થવાનુ અનુમાન છે.
ગત 9મીએ જયાં ઝપાઝપી થઈ તે તવાંગ જીલ્લામાંથી જ આ ફ્રંટીયર હાઈવેની શરૂઆત થશે. આ હાઈવે મેકમોહન લાઈન સાથે રાજયના 9 જીલ્લાના અનેક શહેરો ગામડાને જોડશે. તવાંગ દેશનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. કેન્દ્રની યોજના મુજબ ફ્રંટીયર હાઈવે ભવિષ્યમાં ચીનની સીમાએ સૈન્યને પહોંચાડવાનો મુખ્ય માર્ગ હશે અને અત્યાર સુધીનો સૌથી દુર્ગમ અને લાંબો માર્ગ હશે.

- Advertisement -
જાણકારોના કહેવા પ્રમાણે 61 વ્યુહાત્મક માર્ગોથી ચીન માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. 2020માં ગલવાન વેલીની અથડામણ બાદ જ કેન્દ્ર સરકારે 32 માર્ગ યોજનાઓને મંજુરી આપી હતી. ચીન પણ ભારતીય સરહદે નેટવર્ક વિસ્તારી રહ્યું છે. 600 જેટલા ગામડા ઉભા કરી દીધા છે ત્યારે તેનો મુકાબલો કરવા માટે ભારત પણ માળખાગત નેટવર્ક ઉભુ કરવા પર ભાર આપી રહ્યું છે.
સરહદી ભાગોમાં 9 ટનલનું નિર્માણ: સીમા સુધી પહોંચવામાં આસાની
સરહદી વિવાદને કારણે સર્જાતી તંકદીલી અને ભવિષ્યમાં ગમે તેવી સંભવિત સ્થિતિમાં જડબાતોડ જવાબ આપવા ભારત સીમા પર 9 ટનલનું પણ નિર્માણ કરી રહ્યું છે તેમાંથી 2.535 કીમી લાંબી સેલા ટનલ અરૂણાચલના એલા પાસથી નીકળશે. આ ટનલથી તવાંગથી ચીન સરહદ વચ્ચેનું અંતર 10 કિલોમીટર ઓછુ થઈ જશે.



