ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ ફ્લાઈટમાં બિમાર પડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મયંક અગ્રવાલે ષડયંત્રનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ કરી છે.
ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ ફ્લાઈટમાં બિમાર પડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જેથી મયંક અગ્રવાલે પોલીસ ફરિયાદ કરી છે. મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે અને રણજી ટ્રોફી રમી રહ્યા છે. મયંક અગ્રવાલ કર્ણાટકની કેપ્ટનશીપ કરી રહ્યા છે અને ત્રિપુરા સામેની મેચમાં 51 અને 17 રન કર્યા છે. ત્યારપછી મયંક અગ્રવાલ આગામી મેચ માટે દિલ્હી થઈને સુરત જવા માટે ઈન્ડિગો ફ્લાઈટમાં બેઠા હતા. 32 વર્ષીય. મયંક અગ્રવાલે ષડયંત્રનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ કરી છે. પોલિસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ‘મયંક અગ્રવાલે વિમાનમાં તેમની સીટ પર જે લિક્વિડ પાઉચ રાખ્યું હતું, તે પીધુ હતું. જે પીધા પછી તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી.’ મયંક અગ્રવાલની તબિયત પહેલા કરતા સારી છે.
- Advertisement -
મયંક અગ્રવાલ વિરુદ્ધ ષડયંત્ર
મયંક અગ્રવાલ 2 ફેબ્રુઆરીના રોજ સુરતમાં રેલવેની સામે આગામી રણજી ટ્રોફીમાં નહીં રમે. મયંક અગ્રવાલે ભારતીય ટીમ માટે 21 ટેસ્ટ મેચ રમી છે. સોમવારે ત્રિપુરા અને કર્ણાટક વચ્ચે મેચ રમવામાં આવી હતી, જેમાં મયંક અગ્રવાલ કર્ણાટકની ટીમનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા. આ મેચમાં કર્ણાટકની 29 રનથી જીત થઈ છે. પશ્ચિમ ત્રિપુરાના SP કિરણ કુમારે જણાવ્યું થે, ‘આ મામલે તપાસ કરવા માટે NCCPSમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીટ પર એક લિક્વિડ રાખવામાં આવ્યું હતું. જે પીધા પછી મયંક અગ્રવાલને બળતરા થવા લાગી અને તેઓ કંઈ બોલી શકતા નહોતા. તેમને ILS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમના મોઢામાં સોજો અને છાલા હતા, હાલમાં તેમની હાલત સ્થિર છે.’
🏏🏏 #RanjiTrophy #Karnataka pic.twitter.com/2tZVEjiscs
— Mayank Agarwal (@mayankcricket) January 21, 2024
- Advertisement -
ઉલ્ટીઓ થવા લાગી
કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘના એક અધિકારી આ મામલે જણાવ્યું છે કે, ‘મયંક અગ્રવાલની હાલત સ્થિર છે અને અગરતલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોકટર પાસેથી અપડેટ મળ્યા પછી તેમને બેંગ્લોર લઈ જવામાં આવશે. જે પણ અફવા ફેલાવવામાં આવી રહી છે, તે તદ્દન ખોટી છે, હાલમાં તેમની હાલત સ્થિર છે.’ નિકિન જોસ આગામી મેચમાં કર્ણાટકની ટીમની કેપ્ટનશીપ કરી શકે છે.
શું ડ્રિંકમાં કઈ નાખવામાં આવ્યું હતું?
મીડિયા રિપોર્ટ અનુસાર ‘ટીમ વિમાનમાં હતી અને મયંકને બેચેની થઈ રહી હતી અને તેમને વિમાનમાં વારંવાર ઉલ્ટીઓ થઈ રહી હતી. ત્યારપછી વિમાનમાંથી ઉતરી ગયા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.’ કહેવામાં આવી રહ્યું છે કે, મયંક અગ્રવાલે કોઈ પારદર્શી લિક્વિડ પાણી સમજીને પી લીધુ હશે, ત્યારપછી તેમને બેચેને થવા લાગી.