મહિલા T20 વર્લ્ડ કપ 2023: પ્રથમ બેટિંગ લઈને વેસ્ટ ઈન્ડિઝની ટીમે 6 વિકેટના નુકસાન પર 118 રન બનાવ્યા હતા, ભારતે 18.1 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝ આપેલા લક્ષ્યાંકને ભેદી જીત મેળવી લીધી.
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની બીજી મેચ 15 ફેબ્રુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડના સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી. જેમાં ટોસ વેસ્ટ ઈન્ડિઝે જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ લઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 6 વિકેટના નુકસાન પર 118 રન બનાવ્યા હતા. જેમાં ટેલરે 42 રનની ઈનિંગ રમી હતી. 119 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતે 18.1 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝ આપેલા લક્ષ્યાંકને ભેદી જીત મેળવી લીધી હતી.
- Advertisement -
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું છે. રિચા ઘોષે આ મેચમાં 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય હરમનપ્રીત કૌરે 33 રનની શાનદાર ઇનિંગ રમી છે. આ મેચ જીતીને ભારતે સતત બીજી વાર વિજય ધ્વજ લહેરાવ્યો છે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની 18મી ઓવરના પાંચમા બોલ પર હેનરીએ વિકટ લીધી હતી.
T20 WC 2023. India Women Won by 6 Wicket(s) https://t.co/rm4GUZIzSX #INDvWI #T20WorldCup
— BCCI Women (@BCCIWomen) February 15, 2023
- Advertisement -
પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને જીત પોતાના નામે કરી હતી
પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થયો હતો, જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને જીત પોતાના નામે કરી હતી. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ઈંગ્લેન્ડ સામે 7 વિકેટે કારમી હાર મળી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોતાની બીજી મેચમાં કેરેબિયન ટીમને હરાવીને બીજી જીત મેળવવા લક્ષ્યાક રાખશે. જો વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતના પ્રદર્શનની વાત કરીએ તો ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ત્રિકોણીય શ્રેણીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને બે વખત હરાવ્યું હતું. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત માટે બેતાબ છે.
તમને જણાવી દઈએ કે, T20 ઈન્ટરનેશનલ મેચોના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી કુલ 20 મેચોમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમનો સામનો કર્યો છે. ભારતીય મહિલા ટીમે 12 મેચ જીતી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે આઠ મેચ જીતી છે.