ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
ભારત અને પાકિસ્તાન બન્ને દેશમાં સાનુકૂળ હવામાનની સ્થિતિને લીધે આ વર્ષે ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી ઉજવળ સંભાવના છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારત જળવાયુ પરિવર્તનની અસરનો સામનો કરવા માટે પડોશી દેશની તુલનામાં વધારે સારી રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારતે બીજની અનેક સ્વદેશી ગરમી પ્રતીરોધક અને ઓછી અવધીની જાતો વિકસિત કરી છે. ભારત વિશ્વનો બીજા ક્રમનો અને પાકિસ્તાન આઠમા ક્રમનો સૌથી મોટો ઘઉંનું ઉત્પાદક દેશ છે.
- Advertisement -
ભારત ઘઉંના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે તો પાકિસ્તાન 20-30 લાખ ટન ઘઉંની આયાત કરે છે. આ દરમિયાન ગરમ હવા જોવા મળી છે અને તે પાકને અસર કરનાર કમોસમી વરસાદની અસર છે.જાન્યુઆરીના મધ્ય ભાગમાં અને ફેબ્રુઆરીમાં હવામાન એકંદરે સાનુકૂળ રહ્યું છે. અમે ભારે ઉત્પાદનની આશા રાખી રહ્યા છીએ. આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે. પાકિસ્તાન હજુ પણ સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર આધાર રાખે છે. તેનું મુખ્ય કારણ આબોહવાને અનુકૂળ સ્વદેશી જાતો વિકસાવવામાં તેની અસક્ષમતા છે. અત્યારે બંને દેશોમાં ઘઉંના પાકની લણણી ચાલી રહી છે. ભારતમાં ઘઉંનું ઉત્પાદન 114 મિલિયન ટનના નવા રેકોર્ડ સુધી પહોંચશે.
બીજી તરફ, પાકિસ્તાને 32.2 મિલિયન ટન ઉત્પાદનનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો છે. જ્યારે બંને દેશો 2010થી ઘઉંના પાક પર હવામાન પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષ અપવાદરૂપે સાનુકૂળ રહ્યું છે.