ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાય સભ્યપદ મળે તેને લઈને ખુલીને પોતાનું સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે- ભારત ઞગજઈનું સ્થાયી સભ્ય હોવું જોઈએ. સાથે જ રશિયાના રાષ્ટ્રપતિએ ભારતના મજબૂત આર્થિક વિકાસની પણ પ્રશંસા કરી.
વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે- આ તે દરેક દેશને દુશ્મન તરીકે રજૂ કરે છે જે આંખ બંધ કરીને તેમની પાછળ પાછળ ચાલવા માટે તૈયાર નથી. એક સમયે તેમણે ભારતની સાથે પણ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો. પુતિને વધુમાં કહ્યું કે- અમે બધું જ સમજીએ છીએ. એશિયામાં સ્થિતિ અમે સમજી અને અનુભવી રહ્યાં છીએ. બધું જ સ્પષ્ટ છે.
પુતિને વધુમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે- ભારતીય નેતૃત્વ સ્વ નિર્દેશિત છે, એટલે કે કોઈના દબાણ વગર અને ઝુક્યા વગર કામ કરે છે. ભારતીય નેતૃત્વ રાષ્ટ્રીય હિતોની સાથે આગળ વધે છે. તેથી પશ્ચિમી દેશોના પ્રયાસોનો કોઈ જ અર્થ નથી રહેતો, પરંતુ તેઓ તેમ છતાં પ્રયાસો કરે છે. તેઓ આરબ દેશોને પણ દુશ્મનની જેમ રજૂ કરવાના પ્રયાસ કરે છે.
પુતિને PM મોદીની કરી પ્રશંસા
હાલમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન મોદીની જોરદાર પ્રશંસા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઙખ મોદીને બુદ્ધિમાન વ્યક્તિ ગણાવ્યા હતા. પુતિને કહ્યું હતું કે- વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસમાં ઘણી જ સારી પ્રગતિ કરી છે.