ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19%થી વધીને 2025માં 64.3% થયું; 940 મિલિયનથી વધુ નાગરિકોને આવરી લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે મલેશિયાના કુઆલાલંપુરમાં વર્લ્ડ સોશિયલ સિક્યુરિટી ફોરમ (ઠજજઋ) 2025ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ભારતને ’સામાજિક રક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ’ માટે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન (ઈંજજઅ) એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યું છે.
ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતે 2015માં 19% થી વધીને 2025માં 64.3% સુધીના સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક વિસ્તરણ કર્યું છે, જે 940 મિલિયનથી વધુ નાગરિકોને આવરી લે છે.
ભારત સરકાર વતી એવોર્ડ સ્વીકારતા ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને અંત્યોદયના માર્ગદર્શક સિદ્ધાંત, જે છેલ્લામાં છેલ્લા વ્યક્તિને સશક્ત બનાવે છે, તેનું પ્રમાણ છે.” આ ત્રિમાસિક પુરસ્કાર વૈશ્વિક સ્તરે સામાજિક સુરક્ષા પ્રણાલીઓમાં ભારતની અસાધારણ પ્રગતિને માન્યતા આપે છે.
આ સિદ્ધિના પરિણામે, ઈંજજઅની જનરલ એસેમ્બલીમાં ભારતનો હિસ્સો ત્રીસ (30) સુધી પહોંચી ગયો છે, જે કોઈપણ દેશ માટે સૌથી વધુ મત હિસ્સો છે. ભારત આ એવોર્ડ મેળવનાર શરૂઆતથી પાંચમો દેશ બન્યો છે, જે સામાજિક સુરક્ષા કવરેજના ક્ષેત્રમાં વિશ્વભરના અગ્રણી દેશોમાં જોડાય છે.
કેન્દ્રીય મંત્રીએ ભારતમાં સામાજિક સુરક્ષા લાભોના કાર્યક્ષમ વિતરણ માટે વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓની સ્થાપના પર વિગતવાર ચર્ચા કરી. તેમણે ખાસ કરીને ઈ-શ્રમ પોર્ટલ અને નેશનલ કેરિયર સર્વિસ (ગઈજ)
પોર્ટલનો ઉલ્લેખ કર્યો:
ઈ-શ્રમ પોર્ટલ: આ એક રાષ્ટ્રીય ડિજિટલ ડેટાબેઝ છે જે 310 મિલિયનથી વધુ અસંગઠિત કામદારોને બહુભાષી, સીમલેસ ઇન્ટરફેસ દ્વારા સામાજિક કલ્યાણ યોજનાઓ સાથે જોડતા “વન-સ્ટોપ સોલ્યુશન” તરીકે કામ કરે છે.
ગઈજ પોર્ટલ: આ પોર્ટલ નોકરી શોધનારાઓ અને નોકરીદાતાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવે છે. ડો. માંડવિયાએ કહ્યું કે ગઈજ પાસે કુશળ કાર્યબળનો પ્રમાણિત ડેટાબેઝ છે, જે ય-શ્રમ સાથે સંકલિત છે. આ સંકલન ખાતરી કરશે કે યુવાનો તેમના સામાજિક સુરક્ષા લાભો ગુમાવ્યા વિના વૈશ્વિક તકો મેળવી શકે.
ડો. મનસુખ માંડવિયાએ દિવસની શરૂઆતમાં પૂર્ણ સત્ર દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઊઙઋઘ) અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઊજઈંઈ)ની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “અમે વ્યાપક નીતિ, પ્રક્રિયા અને ડિજિટલ સુધારા દ્વારા આપણી સામાજિક સુરક્ષાને મજબૂત બનાવી રહ્યા છીએ. ભારત નાણાકીય સુલભતા, કૌશલ્ય, સ્વ-રોજગાર અને ડિજિટલ નવીનતાને જોડતા સર્વાંગી અભિગમ દ્વારા નવી આવકની તકો અને સામાજિક સુરક્ષા જાળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.” તેમણે અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે, “ભારત મોખરે છે – ભવિષ્યને આકાર આપવા અને વિશ્વના યુવાનોને પ્રેરણા આપવા માટે તૈયાર છે.”