-બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરની એલ.એમ.વી.3 મારફત ચંદ્રયાન-3નું લોન્ચીંગ થશે: વડાપ્રધાન પેરીસથી ઉડાન નિહાળશે
ચાંદને સર કરવાના ભારતના એક વધુ ઐતિહાસિક કદમમાં શ્રીહરિકોટા ખાતેના સતિષ ધવન સ્પેસ સેન્ટરની બાહુબલી રોકેટની મદદથી ચંદ્રયાન-3ને બપોરે 2.35 કલાકે તેની ચંદ્રની ધરતી પર લેન્ડીંગની સફર માટે રવાના કરવામાં આવશે. ભારત જ નહી વિશ્વભરનું ધ્યાન આજે શ્રીહરિકોટા અવકાશ કેન્દ્ર ભણી છે અને હાલ પેરીસમાં રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ચંદ્રયાન-3નું બ્રહ્માંડ ગમન લાઈવ નિહાળશે. મીશન-મુનમાં ચંદ્રયાન ટુ નું લેન્ડર ચંદ્રની ધરતી પર ક્રેશ-લેન્ડીંગથી ભારતના અભિયાનને જે મોટો ધકકો પહોંચ્યો હતો.
- Advertisement -
તેમાં નાહિમ્મત થયા વગર જ દેશના વૈજ્ઞાનિકો તથા ઈસરોના ટેકનોક્રાફટને આગળ વધવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખુદે પહોંચીને જુસ્સો આપ્યો હતો અને હવે આજે લોન્ચ વ્હીકલ-માર્ક-3 જે 130 એશિયન હાથી જેવા વજન અને કુતુબ મિનારથી અડધી ઉમરના આ રોકેટના ગમનનું કાઉન્ટડાઉન ગઈકાલે શરૂ થયું હતું અને આ સફરના તમામ પેરામિટર્સમાં આ ઘડી સુધી તમામની ઓકેના ગ્રીન સિગ્નલ મળી રહ્યા છે. 642 ટનના વજનના રોકેટને બપોરે 2.35 મિનીટે દાગવામાં આવશે અને તે બ્રાહ્મણ સ્ટેજના આ રોકેટ સાથે જોડાયેલા રોવર અને લેન્ડર તેની સફર આગળ વધારશે તથા તા.23-24 માર્ચના અંદરના દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખતા અને અત્યાર સુધી કોઈ માનવીય યંત્ર પણ ત્યાં પહોંચી શકયું નથી.
14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation. pic.twitter.com/EYTcDphaES
— Narendra Modi (@narendramodi) July 14, 2023
- Advertisement -
તે ક્ષેત્રમાં ચંદ્રયાન-3નું લેન્ડર ઉતરશે અને આ સિદ્ધિ મેળવનાર ભારત પ્રથમ કેન્દ્ર બની રહેશે. આ સમયમાં રોવર એ ચંદ્રની પ્રદક્ષિણા કરતું રહેશે અને લેન્ડર વિક્રમ તરફથી મળતા સંદેશામાં મીલીને તે પૃથ્વી પરના ઈસરો સહિતના ભુમી કેન્દ્રને મોકલશે. ઈસરોના વડા શ્રી સોમનાથન અને તેની ટીમે ગઈકાલે શ્રી તિરૂપતિ બાલાજી મંદિરમાં આ અભિયાનની સફળતાના પ્રતિક રૂપે ચંદ્રયાન-3ની એક પ્રતિકૃતિ દેવના ચરણમાં ધરીને સફળતાના આશિર્વાદ મેળવ્યા હતા. ચંદ્રયાન-ટુ ને પૃથ્વીના આ ઉપગ્રહ સુધી લઈ જવામાં સફળતા મળી હતી પણ લેન્ડરનું ક્રેશ લેન્ડીંગ થતા મીશનને ભારે ફટકો પડયો હતો. પરંતુ ફરી ચંદ્રયાન-3ને વધુ સારી લેન્ડીંગ સહિતની પ્રક્રિયા મારફત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાતા ક્ષેત્રમાં ઉતારાશે.