ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતનું મોટુ યોગદાન હશે અને રાજયની માથાદીઠ આવક 6000 ડોલર થશે
વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસદર ધરાવતા ભારતનું અર્થતંત્ર આવતા ચાર વર્ષમાં ટોપ-3 માં આવી જવાની સાથો-સાથ ભારતીયોની માથાદીઠ આવકમાં પણ મોટો વધારો થવાનો અહેવાલ જાહેર થયો છે.2030 સુધીમાં ભારતીયોની માથાદીઠ આવક 70 ટકા વધીને 4000 ડોલર સુધી પહોંચી જશે જે હાલ 2450 ડોલર છે.ભારતની જીડીપીને પણ મોટી મદદ મળશે જે 6 ટ્રીલીયન ડોલરને આંબી જશે. જીડીપીને અર્ધોઅર્ધ હિસ્સો ઘરેલુ વપરાશ થકી રહેશે.
- Advertisement -
ભારતની માથાદીઠ આવકમાં છેલ્લા 20 વર્ષમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. 2001 માં તે 460 અમેરીકી ડોલર હતી. 2011 માં વધીને 1413 ડોલર તથા 2021 માં 2150 ડોલર થઈ હતી. સ્ટાર્ન્ડડ ચાર્ટર્ડ બેંકનાં રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે ભારતની નિકાસ અર્થ વ્યવસ્થાને ગતિ આપવામાં મોટો ભાગ ભજવશે. 2030 સુધીમાં ભારતની નિકાસ 201 ટ્રીલીયન ડોલરે પહોંચી શકે છે જે 2022-23 માં 1.2 ટ્રીલીયન ડોલરની હતી આ વખતે ભારતનું અર્થતંત્ર 3.5 ટ્રીલીયન ડોલરનું હતું. રીપોર્ટમાં એવો અંદાજ મુકાયો છે કે ભારતની નોમીનલ જીડીપી 10 ટકાના દરે વધશે આ દરમ્યાન ઘરેલુ ડીમાંડ ઝડપથી વધશે.ઘરેલુ જીડીપીનો હિસ્સો 2022-23 માં 2.1 અબજ ડોલર હતો. તે 2030 માં વધીને 3.4 ટ્રીલયન ડોલર થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એવો દાવો કર્યો હતો કે પોતાના 3જા કાર્યકાળ દરમ્યાન અર્થતંત્ર પાંચ ટ્રીલીયન ડોલરનું શે જે અમેરીકા અને ચીન પછી સૌથી મોટુ હશે હાલ જાપાન, ગ્રીસ અને જર્મની ચોથા સ્થાને છે.રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે 2030 સુધીમાં તેલંગાણા,દિલ્હી, કર્ણાટક, હરીયાણા, ગુજરાત તથા આંધ્રપ્રદેશથી જ 20 ટકા જીડીપી આવશે અને આ રાજયોમાં માથાદીઠ આવક 6000 ડોલરની હશે. ઉતરપ્રદેશ તથા બિહારમાં દેશની 25 ટકા વસ્તીનો વસવાટ છે જયાં માથાદીઠ આવક 2000 ડોલર થશે.