ગુજરાતમાં ભરુચ પાસે નિર્માણ પામનાર દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ કરેલો: દેશમાં આવા ત્રણ પાર્ક નિર્માણ પામશે, જે લાખોને રોજગારી આપશે
દવાઓના નિર્માણના મામલે હવે ચીન પર ભારતની નિર્ભરતા જલદી ખતમ થશે. વડાપ્રધાન મોદીએ સોમવારે ગુજરાતના ભરુચ જિલ્લાના જંબુસારમાં દેશના પ્રથમ બલ્ડ ડ્રગ પાર્ક (બીડીપી)નો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રની યોજના અનુસાર, દેશભરમાં ત્રણ હજાર કરોડના ખર્ચે આવા ત્રણ પાર્ક વિકસીત કરવામાં આવશે. નીતિ આયોગની દેખરેખ હેઠળ દેશમાં દવા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ પાર્કની સ્થાપના થશે.
- Advertisement -
ડ્રગ પાર્ક બનશે રોજગારનું માધ્યમ: દેશભરમાં બનવા જઈ રહેલા ત્રણ બલ્ક ડ્રગ પાર્ક રોજગારનું નવું માધ્યમ બનશે. હિમાચલ પ્રદેશના ઉનામાં 50 હજાર લોકોને નોકરી મળશે. આ રીતે આંધ્રપ્રદેશના પુર્વી ગોદાવરી જિલ્લામાં બનનાર ડ્રગ પાર્ક 60 હજારથી વધુ લોકોને રોજગારી આપશે. જયારે ગુજરાતમાં બની રહેલા ડ્રગ પાર્કથી 40 હજારથી વધુ લોકોને નોકરી મળશે.
500 કરોડથી ફાર્માને મજબૂતી: કેન્દ્ર સરકારે દવા નિર્માણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વર્ષ 2022 થી 2026 સુધી માટે કુલ 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યુ છે. દેશમાં ત્રણ હજાર ઘરેલુ અને 10500 દવા ઉત્પાદન એકમો છે. દુનિયાભરમાં નિકાસ થતી 20 ટકા જેનરીક દવાઓ અને 60 ટકા રસીઓ એકલુ ભારત જ નિકાસ કરે છે.
ચીનને ચુકવ્યા 240 કરોડ ડોલર: કેન્દ્રે લોકસભામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19માં ભારતીય દવા કંપનીઓએ 240 કરોડ ડોલરના ખર્ચે દવા નિર્માણ માટે જરૂરી તત્વ (એપીઆઈ) ચીનથી મંગાવ્યુ હતું. આ દરમિયાન ભારતે 76 ટકા એપીઆઈ માત્ર ચીનથી મંગાવ્યું હતું. તેમાં 90 ટકા એપીઆઈનો વપરાશ દેશમાં ઉપયોગમાં લેવાતી દવાઓમાં ઉપયોગ થતો હતો.