ક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી અમેરિકા પ્રવાસ પુર્વે ‘સ્થિતિ’ સ્પષ્ટ કરતું બાઈડન તંત્ર
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગામી તા.21થી શરૂૂ થનારી છ દિવસની અમેરિકા યાત્રા તથા હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી રાહુલ ગાંધીની યાત્રા સમયે જ અમેરિકી પ્રેસીડેન્ટના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના રણનીતિકાર અને પ્રવકતા એક રસપ્રદ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત એક જીવંત લોકતંત્ર છે અને તે અંગે જો કોઈને શક હોય તો તે એક વખત ખુદ દિલ્હી જઈને જોઈ શકે છે.
હાલમાં જ રાહુલ ગાંધીએ તેમની અમેરિકા યાત્રા સમયે કેન્દ્રની મોદી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અનેક પ્રહારો કર્યા છે અને ખાસ કરીને ભારતની મહત્વની ‘સંસ્થા’ઓ પર આરએસએસ ભાજપનો કબજો છે તેવા જે નિવેદન કર્યા હતા તેના સંદર્ભમાં અમેરિકાના વ્હાઈટહાઉસના આ નિવેદનને જોવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ શ્રી મોદી તા.21થી અમેરિકાની ‘સ્ટેટ વિઝીટ) પર છે જે અત્યંત મહત્વનું બની ગયું છે તથા બન્ને દેશો વચ્ચે જંગી લશ્ર્કરી સોદાઓ થશે તેવા સંકેત છે તેમાં ખાસ કરીને રાહુલ ગાંધીની અમેરિકાની યાત્રા સમયે જ આ વિધાનો આવ્યા છે.
- Advertisement -
વ્હાઈટ હાઉસના પ્રવકતા તરીકે ગણાતા અને નેશનલ સિકયોરીટી કાઉન્સીલના સ્ટ્રેટેજીક કોમ્યુનીકેશનના કોઓર્ડીનેટર જોહન કિર્બે કહ્યું છે. અમેરિકા સ્પષ્ટ માને છે કે વડાપ્રધાન મોદીના શાસનકાળમાં ભારત એક જીવંત લોકતંત્ર છે, તેઓએ જો કે બીજા જ વાકયમાં એવું જણાવ્યું કે જેઓને તેમાં કોઈ શક હોય તો તે દિલ્હી જઈને જોઈ શકે છે. આ વાકયથી તેઓ રાહુલ ગાંધીના વિધાનો સાથે સીધો સંદર્ભ ના જાય તે જોવા પણ પ્રયાસ કર્યા છે.
તેઓએ વધુમાં કહ્યું કે હું નિશ્ર્ચિત રૂૂપથી કહી શકુ છું કે લોકતાંત્રીક સંસ્થાઓની તાકાત અને તેની હાલત ‘ચર્ચા’નો વિષય હશે. અમેરિકાના સંરક્ષણમંત્રી ઓસ્ટીન પણ ભારતમાં છે તે સમયે પણ આ વિધાનોને મહત્વ મળે છે તો કિર્બીએ એ પણ જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઈડન અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસમાં ખૂબ જ આશા રાખે છે.