એક વર્ષ દરમિયાન ભારતે રક્ષા નિકાસ ક્ષેત્રમાં 13 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કર્યો છે. આ નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં 54.1 ટકાનો વધારો થયો છે.
રક્ષા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની કોશિશને સતત પાંખો મળી રહી છે. ખાસ કરીને ઘરેલૂ ટેકનિકને વિકસિત કરવા અને તેનાથી દુનિયા સુધી પહોંચવાના કિસ્સામાં દેશનું ડિફેન્સ સેક્ટર સતત આગળ વધી રહ્યું છે. આ તમામની વચ્ચે નાણાકીય વર્ષ 2021-22 માટે રક્ષા નિકાસના જે આંકડા આવ્યા છે, તે પણ રક્ષા ક્ષેત્રમા આત્મનિર્ભર બનવાની કોશિશની કહાણી રજૂ કરે છે. આ એક વર્ષ દરમિયાન રક્ષા નિકાસ ક્ષેત્રમાં 13 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કર્યો છે. આ નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં 54.1 ટકાનો વધારો થયો છે.
- Advertisement -
જો કે, ચોંકાવનારી વાત એક એ છે કે, કુલ નિકાસમાં 70 ટકા પ્રાઈવેટ સેક્ટર છે. જ્યારે પબ્લિક સેક્ટરની કંપનીઓ તરફથી ફક્ત 30 ટકા નિકાસ જ થઈ શકી છે. રક્ષા ઉત્પાદન વિભાગના અધિક સચિવ સંજય જાજૂએ જણાવ્યું છે કે, દેશની રક્ષા નિકાસ મુખ્યત્વે અમેરિકા, ફિલીપાઈન્સ, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકી દેશોમાં થઈ છે. 2020-21માં ભારતની રક્ષા નિકાસ 8 હજાર 434 કરોડ રૂપિયા હતી, જ્યારે 2019-20માં તે 9 હજાર 115 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
ભારતની રક્ષા નિકાસ નાણાકીય વર્ષ 2015-16માં ફક્ત 2059 કરોડ રૂપિયા હતી. બીજી તરફ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે સુસ્તી રહી, પણ આ વર્ષે સારી પ્રગતિ થવાની છે. પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં ભારતે નાણાકીય વર્ષ 2021-22માં નિકાસ આઠ ગણુ વધાર્યું છે.
- Advertisement -
સંજય જાજૂએ કહ્યું કે, ખાનગી ક્ષેત્રની કંપનીઓને લગભગ 70 ટકા નિકાસ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે ફિલીપાઈન્સની સાથે 37.5 કરોડ ડોલરની ડીલ કરી હતી. તે અંતર્ગત ભારતે ફિલીપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલની સપ્લાઈનો કરાર કર્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ સોમવારે નિકાસને પ્રોત્સાહન આપવાના એક કાર્યક્રમમા ભાગ લેવા માટે એક ખાનગી કંપની અને એક સાર્વજનિક કંપનીને એવોર્ડ આપશે.