ભારતનું દેવું આવતા વર્ષે માર્ચ સુધીમાં તે વધીને 172 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે
2014માં દરેક ભારતીયનું સરેરાશ દેવું લગભગ 42 હજાર રૂપિયા હતું
- Advertisement -
‘દેશના 14 વડાપ્રધાનોએ મળીને 67 વર્ષમાં કુલ 55 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું. છેલ્લા 9 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભારતનું દેવું ત્રણ ગણું વધાર્યું છે. તેમણે માત્ર 9 વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું લીધું. 2014માં સરકાર પર કુલ દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું જે હવે વધીને 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.’
10 જૂને આ વાત કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહી છે. ત્યારથી ભારત સરકારના દેવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમે બજેટ 2023,આર્થિક સર્વેક્ષણ અને સંસદમાં નાણામંત્રીના જવાબની મદદથી કોંગ્રેસના દાવાની તપાસ કરી છે.
ભારત સરકાર પર કેટલું દેવું છે, આ વાત કેન્દ્ર સરકાર દ્વારા બજેટની સત્તાવાર વેબસાઇટ પર જણાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2023 સુધી ભારત સરકાર પર 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આવતા વર્ષે માર્ચ સુધીમાં તે વધીને 172 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. આ સિવાય 20 માર્ચ 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંસદ નાગેશ્વર રાવના એક સવાલનો લેખિત જવાબ આપ્યો છે. સાંસદ નાગેશ્વર રાવે સરકારી દેવા અંગે સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં નાણામંત્રી સીતારમણે પણ કહ્યું કે 31 માર્ચ 2023 સુધી ભારત સરકાર પર 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
2004માં જ્યારે મનમોહન સિંહની સરકાર બની ત્યારે ભારત સરકાર પર કુલ દેવું 17 લાખ કરોડ રૂપિયા હતું. 2014 સુધીમાં તે ત્રણ ગણાથી વધુ વધીને રૂ. 55 લાખ કરોડ થઈ ગયું. હાલમાં ભારત સરકાર પર કુલ 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
- Advertisement -
નાણાકીય વર્ષ 2014-15 મુજબ ત્યારે ભારત સરકાર પર કુલ દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું. જો 2014માં દેશની કુલ વસ્તી 130 કરોડ માની લેવામાં આવે તો તે સમયે દરેક ભારતીયનું સરેરાશ દેવું લગભગ 42 હજાર રૂપિયા હતું.
હવે 2023માં ભારત સરકાર પર કુલ દેવું વધીને 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ભારતની કુલ વસ્તી 140 કરોડ માની લઈએ તો આજના સમયમાં દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે.