ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)એ આજ રોજ પોતાના નવા અને સૌથી નાના રોકેટ SSLV-D2(સ્મેલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ)ને અંતરિક્ષમાં લોન્ચ કર્યા છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યા.
મળેલી જાણકારી અનુસાર, એસએસએલવી-ડી2એ સફળતાપૂર્વક ત્રણેય સેટેલાઇટને પૃથ્વીની નીચેની કક્ષામાં સ્થાપિત કરી દીધા છે. ઇસરો ચીફ એસ સોમનાથને ત્રણેય સેટેલાઇટને ઓર્બિટમાં સાચી જગ્યાએ પહોંચાડવા માટે ટીમને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, એસએસએલવી-ડી1એ આ દરમ્યાન જયારે પણ મુશ્કેલી પડી, અમે તેનું વિશ્લેષણ કર્યું અને જરૂરી પગલા લીધા આખરે એ નિશ્ચિત કર્યું કે, આ વખતે સખળ લોન્ચ થશે.
- Advertisement -
#WATCH | Andhra Pradesh: ISRO launches Small Satellite Launch Vehicle-SSLV-D2- from Satish Dhawan Space Centre at Sriharikota to put three satellites EOS-07, Janus-1 & AzaadiSAT-2 satellites into a 450 km circular orbit pic.twitter.com/kab5kequYF
— ANI (@ANI) February 10, 2023
- Advertisement -
આ પહેલા એસએસએલવી-ડી2એ પોતાની સાથે ત્રણ સેટેલાઇટ લઇને અંતરિક્ષમાં ઉડાન ભરી હતી, જેમાં અમેરિકાની કંપની એતારિસની સેટેલાઇટ Janus-1, ચેન્નઇના સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસકિડઝની સેટેલાઇટ AzaadiSAT-2અને ઇસરોની સેટેલાઇટ EOS-07 પણ સામેલ હતા. આ ત્રણેય સેટેલાઇટ 450 કિલોમીટર દુર સર્કુલર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
લોઅર ઓર્બિટમાં લોન્ચ કરવાના કામમાં લેવામાં આવશે
ઇસરોના અનુસાર, એસએસએલવી 500 કિલોગ્રામ સુધી સેટેલાઇટને લોઅર ઓર્બિટમાં લોન્ચ કરવાના કામમાં લેવામાં આવશે. આ રોકેટ ઓન ડિમાન્ડના આધાર પર સસ્તી કિમતમાં સેટેલાઇટ લોન્ચ કરવાની સુવિધા આપે છે. 34 મીટર લાંબા એસએસએલવી રોકેટનો વ્યાસ 2 મીટર છે. આ રોકેટનું વજન 120 ટન છે.
SSLV-D2/EOS-07 Mission: Countdown begins tomorrow at 0248 hrs ISThttps://t.co/D8lncJrx8K
Watch the launch LIVE from 0845 hrs IST at https://t.co/DaHF8JKLUg https://t.co/V0ccOnT4d5https://t.co/zugXQAYy1y
from 0855 hrs IST at https://t.co/7FmnWEm1YF @DDNational pic.twitter.com/tfNWGyJNM4
— ISRO (@isro) February 9, 2023
SSLV-D2 સેટેલાઇટની ખાસિયત
SSLV-D2ની સાથે ગયેલા પેલોડમાં જાનૂસ-1 સામેલ છે, જે એક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર છે. જાનૂસ-1 અમેરિકાનું સેટેલાઇટ છે. જેનો વજન 10.2 કિલોગ્રામ છે. તેની સિવાય આઝાદી સેટ-2 એક સ્માર્ટ સેટેલાઇટ મિશન છે, જે લોરા અને રેડિયો કોમ્યુનિકેશન ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. જે સમગ્ર ભારતના 75 સ્કૂલોની 750 ગર્લ સ્ટૂડેન્ટને તૈયાર કર્યો છે.