-આગામી કોન્ફરન્સ ભારતમાં યોજવાનો પ્રસ્તાવ મૂકયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2028માં યુએન કલાઈમેટ કોન્ફરન્સ (સીઓપી 33) ભારતમાં યોજવાનો પ્રસ્તાવ મૂકયો છે. તેમણે ‘ગ્રીન ક્રેડિટ ઈનિશિયેટિવ પણ લોન્ચ કયુર્ં હતું. દુબઈ ખાતેની યુએન કલાઈમેટ કોન્ફરન્સમાં મોદીએ કહ્યું હતું કે, ભારતે વિકાસ અને પર્યાવરણની જાળવણીનું ઉતમ ઉદાહરણ પૂરું પાડયું છે. ભારતનો સમાવેશ એવા ગણતરીના દેશોમાં થાય છે
- Advertisement -
જેણે ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સીયસ સુધી મર્યાદિત કરવાની દેશની યોજનાને હાંસલ કરવામાં સફળતા મેળવી છે. સીઓપી28ના પ્રમુખ સુલતાન અલ જેબર અને યુએન કલાઈમેટ ચેન્જ પ્રેસિડેન્ટ સાઈમન સ્ટીલ સાથે પ્રારંભિક પરિષદમાં જોડાનાર મોદી એક માત્ર લીડર હતા. વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાં પર્યાવરણ માટે સાનુકુળ ઉર્જા વિકલ્પોના ઉપયોગનો આગ્રહ કર્યો હતો. તેમણે સમૃધ્ધ દેશોને કલાઈમેટ ચેન્જનો સામનો કરવા વિકાસશીલ દેશોને ટેકનોલોજી ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
Speaking at the LeadIT programme at the @COP28_UAE. https://t.co/FE70bg030A
— Narendra Modi (@narendramodi) December 1, 2023
- Advertisement -
મોદીએ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયયર્મેન્ટ (એલઆઈએફઈ) ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે તેઓ વિશ્વભરના દેશોને ઈકો-ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવવાનો આગ્રહ કરી રહ્યા છે. તેમણે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે, તેની મદદથી કાર્બન ઉત્સર્જનમાં બે અબજ ટન સુધીનો ઘટાડો કરી શકાશે. મોદીએ કલાઈમેટ ચેન્જ સામેની લડતમાં દરેકની સહભાગિતા પર ભાર મૂકયો હતો.
Sharing my remarks at Opening Ceremony of High-level segment at @COP28_UAE Summit. https://t.co/gvrlHFWmlv
— Narendra Modi (@narendramodi) December 1, 2023
COP28 દરમિયાન PM મોદી ઈઝરાયેલના પ્રેસિડન્ટ આઈઝેક હરઝોગને મળ્યાં
દુબઈ: દુબઈમાં સીઓપી28 વર્લ્ડ કલાઈમેટ એકશન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈઝરાયેલના પ્રેસિડેન્ટ આઈઝેક હરઝોગ સાથે મુલાકાત કરી હતી તથા મંત્રણા અને મુત્સદ્દીગીરી દ્વારા ઈઝરાયેલ- પેલેસ્ટાઈન મુદ્દાના વહેલા અને ટકાઉ ઉકેલ માટે ભારતના સમર્થન પર ભાર મૂકયો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિન્દમ બાગચીએ સોશિયલ મિડિયા સાઈટ ‘એકસ’ પર જણાવ્યું હતું કે, વડાપ્રધાને હમાસના આતંકવાદી હુમલામાં જાનહાનિ પર શોક વ્યકત કર્યો હતો અને બંધકોની મુકિતનું સ્વાગત કયુર્ં હતું. વડાપ્રધાને અસરગ્રસ્ત લોકો માટે માનવતાવાદી સહાયની સતત અને સલામત વિતરણની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
Speaking at the session on Transforming Climate Finance during @COP28_UAE Summit. https://t.co/Gx5Q1F7vVO
— Narendra Modi (@narendramodi) December 1, 2023
સમૃધ્ધ દેશોએ 2050થી પહેલાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી જોઈએ: મોદી
દુબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમૃધ્ધ દેશોએ 2050થી ઘણા સમય પહેલાં તેમની કાર્બન ફૂટપ્રિન્ટમાં સંપૂર્ણ ઘટાડો કરવો જોઈએ. મોદીએ સમૃધ્ધ દેશોને કલાઈમેટ ચેન્જનો સામનો કરવામાં વિકાસશીલ અને ગરીબ દેશોને મદદ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત ‘ન્યૂ કલેકિટવ કવોન્ટિફાઈડ ગોલ’ અંગે નકકર અને વાસ્તવિક પ્રગતિની આશા રાખે છે. સમૃધ્ધ દેશોએ કલાઈમેટ ચેન્જ સામે લડવા વિકાસશીલ દેશોને સહાય કરવા 2020 સુધીમાં વાર્ષિક 100 અબજ ડોલરનું ભંડોળ ઉભું કરવાની શપથ લીધી હતી.