ભારતીયોનો સોનું ખરીદવાનો ક્રેઝ સરકારને મોંઘો પડે છે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા માટે 876.18 ટન સોનુ
- Advertisement -
અમેરિકાની સેન્ટ્રલ બેંક પાસે સોનું 8133 ટન છે
અમેરિકા સહિતના દેશોની બેન્કોને ભારતીયોએ સોના ખરીદીમાં પાછળ રાખી : કુલ 25000 ટન ગોલ્ડ – વિવિધ સ્વરૂપે ભારતીય ઘરોમાં સંગ્રહાયેલુ છે. સોના અને ભારતીયો વચ્ચેનો પ્રેમ દુનિયાભરમાં જાણીતો છે. ભારતમાં ગરીબ લોકો પણ અડધી રાત્રીના કામ લાગે તે રીતે તેની નાણાકીય ક્ષમતા મુજબ સોનુ રાખે છે તો ધનિકો તેમના કાળા નાણા છુપાવવા સોનાને સૌથી સલામત રોકાણ પણ ગણે છે તે વચ્ચે હાલમા જ એક રસપ્રદ રિપોર્ટમાં જણાવાયુ છે કે ભારતમાં હાઉસહોલ્ડ એટલે કે ભારતના ઘરેલુ સોનુ એ 25000 ટનથી વધુ જે વિશ્વની ટોચની 10 બેન્કોના કુલ સોનાના જથ્થા કરતા પણ વધુ છે.
એચએસબીસી ગ્લોબલના આ રિપોર્ટમાં જણાવાયું કે, અમેરિકાની સેન્ટ્રલ બેંક જેની જવાબદારી ડોલરને મજબૂત રાખવાની છે તેની પાસે 8133 ટન સોનુ છે. જર્મનીની મધ્યસ્થ બેન્કો પાસે 3300 ટન, ફ્રાન્સ, રશિયા, જાપાન સ્વીત્ઝરલેન્ડ ભારત અને તુર્કી આ તમામ દેશોની મધ્યસ્થ બેન્કો પાસે કુલ જેટલુ સોનુ છે તેનો સરવાળો કરો તો પણ ભારતના ઘરેલુ સોનાના ભંડાર આગળ તે ઓછું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા માટે 876.18 ટન સોનુ છે.
- Advertisement -
વાસ્તવમાં ભારતીયોનો સોનાનો ક્રેઝ દેશની સરકારને પણ મોંઘો પડી રહ્યા છે. કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટા ભાગનુ સોનુ આયાત કરે છે. જેમાં કિંમતી વિદેશી હુંડીયામણ ખર્ચાય છે. ભારતના ગ્રાહકો દુનિયાના શોપીંગ નિયમો બદલી રહ્યા છે. ભારતની મારૂતી સુઝુકી કાર કંપનીની કારનું કુલ વેચાણ તેની પેરેન્ટ કંપની સુઝુકી કરતા વધી ગયુ છે.