ખાસ-ખબર સંવાદદાતા
સસ્તું પેટ્રોલ અને ડીઝલ લેવા માટે ભારતીયો નેપાળ તરફ ભાગતા હતા, જો કે, આ વખતે ટામેટા માટે પણ આવું જ થયું છે. હકીકતમાં જોઈએ તો, નેપાળની સરહદી વિસ્તારવાળા ખેતીની બાબતોમાં વધારે સંપન્ન થયા છે. કેટલીય સસ્તી વસ્તુઓ ભારતીયોને નેપાળના આ વિસ્તારમાંથી મળે છે. કેમ કે હાલમાં ભારતમાં ટામેટાના ભાવ આકાશ આંબી રહ્યા છે, તો તેનાથી ઉલ્ટા પિથોરાગઢ અને ચંપાવત જિલ્લાથી અડીને આવેલા નેપાળમાં કિંમતો સામાન્ય છે. આ જ કારણ છે કે, નેપાળના સસ્તા ટામેટા પિથોરાગઢ અને ચંપાવત સુધીના લોકો અને વેપારીઓને ખૂબ પસંદ આવી રહ્યા છે.
હાલના સમયમાં નેપાળમાં ટામેટા 25થી 30 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે. પિથોરાગઢ શહેરમાં મંગળવારે ટામેટા ગ્રેડિંગના હિસાબથી 100થી 120 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા હતા. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મોંઘવારી અને વરસાદના કારણે 150 રૂપિયા પ્રતિ કિલો મળવા પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તો વળી નેપાળમાં તેની કિંમત ફક્ત 25થી 30 રૂપિયા પ્રતિ કિલો થઈ રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે નેપાળમાં ટામેટાના પાક સારો થયો છે. આ જ કારણે ચોમાસું સિઝનમાં પણ નેપાળમાં ટામેટાના ભાવ સ્થિર થયેલા છે.