સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડની ધરતી પર એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે ચોથી T20ઈં મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું અને પહેલી વાર ઇંગ્લેન્ડમાં ઝ20 આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતી. આ જીત ભારતીય મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ.
હકીકતમાં, ભારત અને ઇંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20ઈં શ્રેણીના ચોથા મેચમાં ભારત મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું અને શ્રેણીમાં 3-1 ની અજેય લીડ મેળવી. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ ઉત્તમ રમત દર્શાવી, જેમાં બેટ્સમેન અને બોલર બંનેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ઈંગઉ ઠ દત ઊગૠ ઠની ચોથી ઝ20ઈં મેચમાં, ઇંગ્લેન્ડની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા. ટીમ માટે ઓપનર સોફિયાએ સૌથી વધુ રન (22) બનાવ્યા.
તેમના સિવાય અન્ય કોઈ ખેલાડી વધારે રન બનાવી શક્યા નહીં. ભારતીય ટીમના બોલરોમાંથી શ્રી ચારણી અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી, જ્યારે અમરજોત અને દીપ્તિ શર્માને એક-એક વિકેટ મળી.