44 સપ્તાહની તાલીમ પુરી થાય ત્યાં સુધીમાં 100 વાકયો જવાન બોલતા શીખી જાય છે
ખાસ-ખબર સંવાદદાતા
આમ તો ભારતીય સેના ચીનને તેની ભાષામાં જડબાતોડ જવાબ આપતી જ હોય છે પણ હવે ખરેખર ચીનને ભારતીય જવાનો ચીની ભાષા મેંડરીનમાં જવાબ આપશે! ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા-એલએસી પર તૈનાત ભારતીય સૈનિકોને ચીનની ભાષા મેંડરીન શીખવા પર જોર આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં આઈટીબીપી (ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ) એ ઝડપથી કામ શરૂ કર્યું છે.
- Advertisement -
આઈટીબીપીના સૈનિક ભારત-તિબેટ સીમા પર તૈનાત છે. એલએસી પર તે ભારતીય સેના સાથે મળીને પેટ્રોલીંગ કરે છે. આઈટીબીપીનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં તેની પુરી ફોર્સ અર્થાત જવાનથી લઈને ઓફિસર સુધી કામચલાઉ મેંડરીન શીખી લે. સૈનિકો અને ઓફિસરોને મેંડરિન ભાષા શીખવા માટે ભારતીય સેનાએ અનેક યુનિવર્સિટી અને સંસ્થાઓ સાથે કરાર કર્યા છે. સેનાએ દર વર્ષે મેંડરીન શીખનારાઓની સંખ્યા પણ વધારી છે. આઈટીબીપીએ વર્ષ 2017માં જ એ નકકી કર્યું હતું કે જે પણ આ ફોર્સમાં સામેલ થશે, તેને પ્રારંભીક તાલીમમાં મેંડરીન શીખવવામાં આવશે. પરંતુ કોરોનાને કારણે તેની ગતિ ધીમી પડી ગઈ હતી. 44 સપ્તાહની તાલીમમાં દર વીકે 3થી4 વાકયો બોલતા શીખવવામાં આવે છે. તાલીમ પુરી થાય ત્યાં સુધીમાં 100 વાકયો જવાન બોલતા શીખી જાય છે. સૈનિકો બોલશે ચીની બોલી: સૈનિકોની હાઓ હેલો, ની હાઓ મા- આપ કેમ છો?,
ચશ વદ ચ્યુયુ- આ અમારો વિસ્તાર છે… જેવા વાકયો બોલતા શીખવવામાં આવી રહ્યા છે. આઈટીબીપી પાસે હાલ 163 માસ્ટર ટ્રેનર છે, જેમણે મેંડરીનને ડિટેલમાં કોર્સ કર્યો છે. એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબત ગેમ ચેન્જર સાબીત થશે.
ચીની સૈનિકો અને તેમની તરફથી જે પોર્ટર આપે છે તેમને જો તેમની ભાષામાં જવાબ અપાય તો તેનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડી શકે છે.